યુગપુરુષ રાજા રામમોહન રોયજી ની 251મી જન્મ જયંતી સમગ્ર ભારત માં સરકાર શ્રી દ્વારા ઉજવાય રહેલ છે ત્યારે ભારત સરકાર શ્રી ના સાસ્કૃતિક મંત્રાલય હસ્તક ના રાજા રામમોહન રોય લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તા અને ગુજરાત સરકાર શ્રી ના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગંન્થાલય ખાતા ના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ મુકામે એચ.કે.કોલેજ ના એ.સી.હોલ મા એક કલ્ચર પોગ્રામ નું આયોજન આજરોજ 26-5-2023ના દિને કરવામા આવ્યું.કાર્યક્રમ ના મુખ્ય મહેમાન રાજ્ય ના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ના મંત્રી મૂળુભાઈ બેરા સાહેબ અને કલકત્તા થી R.R.R ફાઉન્ડેશન ના ડાયરેક્ટરશ્રી એ.પી.શીંગ સાહેબ પધારેલ હતા.
અતિથી વિશેષ મા સાંસદ શ્રી ડૉ.કિરીટભાઈ સાહેબ,અમદાવાદ ના મેયરશ્રી,સામાજીક કાર્યકર વડિલ શ્રી મફતભાઈ પટેલ,ગુજરાત ના ખ્યાતનામ લોકકલાકાર અભેસિંહ રાઠોડ, મેઘાણી પરિવાર ના પિનાકીનભાઈ,અભિલેખાગાર કચેરી ગાંધીનગર થી સોલંકી સાહેબ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન હિતેશભાઈ બારોટ વિગેરે એ હાજર રહી ગ્રંથપાલ ને પ્રોત્સાહિત કર્યો.
માનનિય ગ્રંથાલય નિયામક શ્રીડૉ.પંકજભાઈ ગોસ્વામીએ આવકાર પ્રવચન આપ્યું.
રાજ્યના દરેક જીલ્લા ના ગ્રંથપાલો મોટી સંખ્યા મા હાજર રહ્યાં.ગુજરાત પુસ્તકાલય મંડળ ના પ્રમુખ-મંત્રી , ગ્રંથાલય સેવાસંઘ ના પ્રમુખ-મંત્રી તેમજ ગુજરાત પુસ્તકાલય સહાયક સ. મંડળ ના અધ્યક્ષ-ઉપાધ્યાયક્ષ પણ હાજર રહ્યાં..
રાજા રામમોહન રોય ના જીવન કવન ઊપર સુંદર નાટિકા ખૂબ જ સુંદર રીતે રજૂ થઈ.સમગ્ર કાર્યક્રમ નું સુચારૂં સંચાલન હરગોવિંદભાઈ ગોસ્વામી એ કર્યુ
અંત મા નિયામક શ્રીડૉ.પંકજભાઈ સાહેબે આભાર વિધિ કરી.રાષ્ટ્ર ગાન બાદ કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરી સૌએ રૂચીનુસાર ભોજન લઈ છુટા પડ્યા..