દહેજ અને રણોલી ખાતે આવેલ ગુજરાત સરકારની માલિકીનો GACL પ્લાન્ટ સુઆયોજિત નફો રળતી કંપની આવેલ છે.ભરૂચ જિલ્લામાં દહેજ-વાગરા ખાતે આવેલ અટાલી ગામ નજીક GACL અને NALCO દ્વારા જોઈન્ટ વેન્ચર માં GNAL (GACL Nalco Alkalies And Chemicals Pvt Ltd)
કંપની અટાલીની નજીક સ્થપાયેલ છે.અટાલી ગામના રહીશ વિરપાલસિંહ ચાવડા દ્વારા આજરોજ GNAL દ્વારા કેમિકલ યુક્ત પાણી બેખોફ અને બેફામ છોડતા ગામ તળાવનું પાણી પ્રદુષિત થતા અસંખ્ય માછલાં મરી જતા ગામના માછીમારી કરતા અને પશુપાલકોમાં કંપની વિરુદ્ધ આક્રોશ ફેલાયો છે. સ્થાનિકો દ્વારા અગાઉ પણ કંપની સંચાલકોને આવી ઘટનાઓની જાણ કરાઈ હોવાની ચર્ચા છે.જેતે ગામવાસીઓના જણાવ્યા મુજબ કંપનીના કથિત કરતા ધરતા ઉદ્ધત જવાબ આપી સરકારી કંપનીનું કાઈ બગડવાનું નથી એવી ગુલબાંગો ફૂંકે છે.રજુઆત ન સાંભળવાની અકડ રાખનાર કંપની સંચાલકોને પાપે અને ગેરકાયદે પ્રદુષિત પાણી છોડતા ગામ તળાવના અસંખ્ય માછલાં મૃત્યુ પામ્યા સદનસીબે ગામના ઢોર- ઢાંખર બચી ગયા નહીતો જેમ મવેશીના ઊંટ ઓએનજીસીના પ્રદુષિત પાણી પીતા મોત ને ઘાટ ઉતર્યા ને મવેશી પાયમાલ થયા તેમ અટલીના ઢોર પણ મોત પામી શકે ત્યારે એ યાદ રહે કે કેન્દ્ર સરકારની માલિકીની ઓએનજીસી ને 50 લાખનો દંડ થયો તેવા હાલ સદર ઘટનામાં GNAL ને પણ થવો જોઈએ જેથી કંપની ના માથાભારે અધિકારીઓ કાયદાના વશમાં રહી પર્યાવરણને હાની પહોંચાડતા બંધ થાય અને ઉદ્યોગોમાં સરકારની કડપનો દાખલો બેસે તેવી જિલ્લાના નાગરિકોની 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન પહેલા લાગણી અને માંગણી છે. જોવાનું એ રહે છે કે વિડીઓ જોયા પછી ગાંધીનગરની જીપીસીબીની વડીકચેરી પગલાં ભરશે કે કુલડીમાં ગોળ ભાંગશે મતલબ માત્ર નોટિસ આપી તીર માર્યાનો હાશકારો લેશે.