જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ચાર બોગસ ડિગ્રીધારી ઝોલાછાપ પરપ્રાંતિય ડોક્ટરો ઝડપાયા.
કાવલી તા.૧૭
જંબુસર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડિગ્રીધારી પરપ્રાંતિય ઝોલાછાપ ડોક્ટરો આવીને દવાખાનાં ચલાવી અને લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરે છે અને ઘણી વધુ સારવારની ફી લઈ લોકોનું આર્થિક રીતે શોષણ કરે છે.
કાવી પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી .એ .આહીરને ખાનગી રાહે બાતમી મળતાં તેઓએ પોલીસ સ્ટાફની બે અલગ – અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે તાલુકાના કનગામ , ટુંડજ અને મદાફર ગામે ભાડાના મકાનમાં રહી કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વિના મેડિકલના સાધનો તથા એલોપેથીક દવાઓ રાખી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં ચાર પરપ્રાંતિય ઝોલાછાપ ડોક્ટરો પોલીસના રંગે હાથે ઝડપાઈ ગયા હતા. જેમાં ( ૧ )
બિસ્વાસ પીન્ટુ સતીષ ( ઉ.વ.૩૭ હાલ રહે કનગામ )
મૂળ રહે સ્વર્ણકલી તા. કિષ્ણ ગંજ જી. નોદીયા – વેસ્ટ બંગાળ – કલકત્તા. ( ૨ ) રણજીત સરકાર ( ઉ.વ.૪૨
હાલ રહે મદાફર તા. જંબુસર ) મૂળ રહે શાંતિનગર તાલુકો કેતુગામ જી. વર્ધમાન વેસ્ટ બંગાળ કલકત્તા
( ૩ ) સુમનરોય સુશાંતા રોય ( ઉ.વ.૩૨ હાલ રહે મદાફર તા. જંબુસર ) મૂળ રહે બરનબારીયા તા. દંતાલા જિ.નોડીયા વેસ્ટ બંગાળ -કલકત્તા. ( ૪ )
અરુપ સુમર બક્ષી. ( ઉ.વ.૨૩ હાલ રહે ટુંડજ તાલુકો જંબુસર ) મૂળ રહે ધાનતલા તા. નૌવાપાડા જિ. નોડીયા બેસ્ટ બંગાળ કલકત્તા ઉપરોક્ત ચારેવ બોગસ ડિગ્રીધારી પરપ્રાંતિય ઝોલાછાપ ડોક્ટરો કાવી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. તેમની પાસેથી રૂપિયા ૧૨૩૮૪ ની એલોપેથીક દવાઓ મળી આવી હતી. માનવીનાં આરોગ્ય સાથે ચેડાં કરતાં ઝડપાયેલાં ઉપરોક્ત ચારેવ બોગસ ડોક્ટરો સામે કાવી પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.