નારી શક્તિ મહાન.. પુરુષ પ્રધાન રોજગારમાં નારીનું પદાર્પણ.. આજના આ યુગમાં હવે કોઈ જ કામ એવું રહ્યું નથી કે જે સ્ત્રી ન કરી શકે, એવુંજ એક ઉદાહરણ અને નારી શક્તિનું દ્રષ્ટાંત જ્યોતિએ બીજી નારીઓ માટે પૂરું પાડ્યું છે પોતાના કુટુંબીની જવાબદારીઓ પુરી કરવા ટ્રક ચાલક બની હાઇવે ખૂંદીને છેક તામિલનાડુથી મોટા ટ્રકમાં સમાન ભરીને અમદાવાદ સુધીની સફર એકલે પન્ડે કરી રહ્યા છે, તેમની સાથે ના તો કોઈ સાથી ચાલાક છે કે કંડક્ટર. આ વ્યવસાય તેઓ છેલ્લા ૧૫ વર્ષથી કરે છે અને તેઓ સંપૂર્ણ ભારતનો પ્રવાસ કરેલ છે, રાત્રે લૂંટના બનાવો વધારે બનતા હોવાના ભયના લીધે તેઓ મુખ્યતા સવારે પ્રવાસ કરતાં હોય છે. જેમને ભીખ માંગી ને ખાવું છે, જેમનું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત છે ખડતલ અને સશક્ત છે તેવા પુરુષો માટે આ મહિલાની હિંમત ને દાદ આપવી પડે જેનું નામ પોતે જ્યોતિ બતાવી રહી છે.
જેમના હાથ પગ ચાલતા હોય તેવા માનવીઓ માટે આ મહિલા દ્રષ્ટાંત પૂરું પાડી રહી છે. આજે પણ ઘણા વ્યક્તિઓ ધર્મની આડમાં કોઈ પુરુષાર્થ કે કર્મ કર્યા વગર કોઈ કામ ધંધો કર્યા વગર માત્ર ને માત્ર બીજાના આધારે પેટ ભરે છે તેવા માનવીઓ દેશ અને સમાજ માટે બોજારૂપ છે ત્યારે આ મહિલા ની હિંમત અને પરિવાર પ્રત્યેની જવાબદારી નિભાવવામાં પણ સેલ્યુટ ને પાત્ર છે. આજે જ્યારે મહિલાઓ પર કેટલાક રાજ્યોમાં દુરાચાર અને અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે ત્યારે તમિલનાડુ ની ડ્રાઈવર જ્યોતિ **કર્મ** એ જ **ધર્મ** ને સાકાર કરી દેશના નાગરિકોને માટે ઉદાહરણ પૂરું પાડી રહી છે. સરકારના સશક્તિકરણ માટેના પ્રયાસો માટે મહિલાની મર્દાના તાસીર સમાજને પ્રેરણારૂપ છે. ”