જંબુસરના ઐતિહાસિક મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે યોજાયેલ બીએપીએસ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથા ના ચતુર્થ દિને ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક હરસોલા સાથે ઉજવણી કરવાન માં આવી..
કથા ના ચોથા દિને ભારત દેશની મહિલા મહાન છે. 24 અવતારો અને માતા અનસુયા દત્તાત્રેય ભગવાનનો પ્રસંગ, પુરુષ અને પ્રકૃતિનો મહિમા સમજાવ્યો. કપિલ ભગવાન દક્ષ પ્રજાપતિ ભગવાન શિવના પ્રસંગો, કંકર એટલા શંકર છે નર્મદા માંથી લાવેલ શિવલિંગ સિદ્ધ હોય છે તથા સર્વે લિંગોમાં પાર્થિવ લીગ નું મહત્વ વધુ હોય છે . શ્રાવણ માસમાં લિંગની પૂજા કરવાનું મહત્વ સવિસ્તાર સમજાવ્યું. આજના યુગમાં વ્યસનોએ માઝા મૂકી છે. યુવાનોમાં વ્યસનોનું વડગણ વધુ છે. તો વ્યસન મુક્ત સમાજ, ગામ બને તથા દરેક વ્યક્તિએ સ્વચ્છતા જાળવવા જ્યાં ત્યાં ગંદકી નહીં કરવા અપીલ કરી હતી, કચરો કચરાપેટીમાં નાખવા જણાવ્યું હતું. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા હોય છે . દરેકે સહિયારો પ્રયાસ કરી સ્વચ્છતા અભિયાન ચલાવવા અનુરોધ કર્યો હતો. દરેક જીવની મોટી બીમારી છે જે ગમે છે તે કરે છે અને જે કરવું જોઈએ તે નથી કરતો.
દરેક પરિવારે ઘર સભા કરવી જેનાથી એકબીજામાં સમજણ, વિવેક, આત્મીયતા, વધે છે. બાળકોમાં સંસ્કારનું સિંચન થાય છે. પ્રિયવ્રત રાજા ની વાત કરી વ્રતનો મહિમા સમજાવ્યો હતો. અને જૈન સમાજના તીર્થંકરોમાં પહેલા તીર્થંકર ઋષભદેવ છે. અને તેમની દ્રષ્ટાંતો સાથે વાત કરી હતી. જીવનમાં સત્કાર્ય એવું ના થવું જોઈએ કે તમારું ભજન ભક્તિ છૂટી જાય. ભાગવત કથા એ સમજાવે છે…
ભગવાન કૃષ્ણના જન્મ સમય શ્રાવણ વદ આઠમને મધ્યાહને રોહિણી નક્ષત્રે ભગવાન કૃષ્ણનો પાદુરભાવ થયો તેનું આબેહૂબ વર્ણન કથાકાર પૂજ્ય ત્રિલોચનાજી એ કર્યુ હતું. કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે શ્રદ્ધાવુંડ ઇન્ડસ્ટ્રીઝ વાળા રણછોડભાઈ પરિવાર એ લાભ લીધો હતો. કૃષ્ણ જન્મોત્સવ થતા જ કથા મંડપ સ્થળે ઉપસ્થિત ભાઈ બહેનો ઝુમી ઊઠી નંદ ઘેર આનંદ ભયો ના નારા ગુંજતા થયા હતા. અને લાલાને પારણે જુલાવી સૌએ ધન્યતા અનુભવી હતી…