ભરૂચ જીલ્લામાં અનેક પ્રકારના કુદરતી ખનીજ સંશાધનો આવેલા છે અને તેનું ખનન પણ ખુબ મોટા પાયે થઇ રહ્યું છે ત્યારે ભરૂચ જીલ્લામાં ગેર કાયદેસર ખનિજ ચોરી પણ વિપુલ પ્રમાણમાં થઇ રહી છે અને કેટલીક કિસ્સાઓમાં કુદરતી ખનિજ સંપદાની ચોરીઓ પકડવામાં તંત્ર અસરગ્રસ્ત ગામોના નાગરિકોની ઉગ્ર રજુઆતો બાદ મને-કમને બતાવવા પુરતા જ ગેર કાયદેસર ખનન અને વહનના કિસ્સાઓ માટે સક્રિયતા બતાવતું હતું ત્યારે હાલમાં જ રાજ્યના ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશ્નર ની કચેરી, ગાંધીનગર તરફથી સી.જી.એમ./એફ.એસ./એન્ડ-યુઝર/૨૦૨૩-૨૪/૭૦૮૫ તા.૨૮-૦૭-૨૦૨૩ ણા પરિપત્ર અનુસંધાને ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ હેઠળ એન્ડ-યુઝર ના રજીસ્ટ્રેશન બાબતે એક પરિપત્ર જારી કરવામાં આવેલ છે જેમાં નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવેલ છે
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાન વિભાગના તા : ૨૨-૦૪-૨૦૨૧ ના જાહેરનામાં ક્રમાંક : જી.જે./૨૦૨૧ ૧૩/જીએમઆર/૧૦૨૦૨૦-૧૮૦૦(૨)-છ મુજબ ગુજરાત khanij ( ગેર કાયદેસર ખનિજ ખનન, વાહન અને સંગ્રહ નિવારણ) નિયમો-૨૦૧૭ ના નિયમ-૪ ના પેટા નિયમો-૫ અને ૭ તથા નિયમ-૨ અને નિયમ-૧નિયમ (આઇ) મુજબ રાજ્યમાં ખનિજ વપરાશ સાથે જોડાયેલા તમામ અંતિમ વપરાશકર્તાઓ- ચાઈના કલે, બોલ કલે, ફેલ્સપાર, બોક્સાઈટ, સાદી રેતી, બ્લેક ત્રેપ વગેરે જેવા તમામ કુદરતી સંશાધનોના ખનન એટલે કે એન્ડ યુઝર્સોએ આઈ.એલ.એમ.એસ. પોર્ટલ પર કરાવવાનું રહેશે. તેમાં ઓન લાઈન રજીસ્ટ્રેશન મોડ્યુલમાં જઈને નિયત રજીસ્ટ્રેશન ફી ભરી સ્ટોરેજ હેઠળના ભાગરૂપે વપરાશકર્તાઓ / એન્ડ યુઝાર્સોએ જે તે કેટેગરી કરવાની રહેશે.
જેમાં વિવિધ કેટેગરી માટે (૧) કેપ્ટીવ વપરાશ ધરાવતા એન્ડ યુઝર : ખનિજ કન્શેશન ધરાવનાર કે જેઓ લીઝ વિસ્તારની અંદર કે બહાર પ્રોસેસિંગ પ્લાન્ટ ધરાવતા હોય તેઓએ રૂ.૫૦૦૦ નોંધણી ફી ભરવાની રહે છે. (૨) પ્રોસેસિંગ પ્લાન્ટ ધરાવતા ઉદ્યોગ / સ્ટોકીસ્ટ એન્ડ યુઝર્સ : આવા વપરાશકર્તા કે જેઓ કોઈ ખનીજનો કાચા માલ તરીકેનો ઉપયોગ કરી પ્રોસેસ્ડ પ્રોડક્ટ / આર્ટીકલ બનાવતા હોય ઉદ્યોગો જેવાકે સિરામિક્સ / સિમેન્ટ / રેડી મિક્સ કોન્ક્રીટ( આર.એમ.સી.) પ્લાન્ટ તેમને માટે રૂ.૫૦૦૦/- રજી. ફી ભરી નોંધણી કરવાની રહેશે.(૩) બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા એન્ડ યુઝર્સ : જેમાં સાદી રેતી, હાર્દ મોરમ, બ્લેક ત્રેપ, બિલ્ડીંગ સ્ટોન વગેરે બાંધકામમાં ઉપયોગ કરનારા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હોય ચ્તેઓ માટે રૂ.૧૦૦૦૦/- પોર્ટલ પર ફી ભરી નોંધણી કરાવી તેમજ તેની મંજુરી અંગે પણ તેની પ્રોજેક્ટ પૂર્ણ થયા સુધીની સમય મર્યાદા નિયત કરી છે. (૪) સરકારી તેમજ અર્ધ સરકારી વિભાગો દ્વારા કરવામાં આવતા જાહેર / સરકારી બાંધકામો અર્થે જે તે વિભાગ દ્વારા પોર્ટલ પર રૂ.૫૦૦૦/- ફી ભરપાઈ કરીને વિભાગીય કોન્ટ્રાક્ટર એન્ડ-યુઝર્સ તરીકેની નોંધણી કરાવવાની પણ સૂચના આપવામાં આવેલી છે જેમાં રાજ્ય સરકાર ના માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, પંચાયત, બોર્ડ –કોર્પોરેશન, રેલ્વે, નેશનલ હાઈ-વે ઓથોરીટી, પબ્લિક હેલ્થ વિભાગ વગેરે તમામ વિભાગો કરવામાં વતા જાહેર / સરકારી બાંધકામો અન્ય એજન્સીઓ / કોન્ટ્રાક્ટર / પેટા કોન્ટ્રાક્ટરે પણ રૂ.૫૦૦૦/- ફી ભરી રજી. કરાવી લેવા જણાવાયું છે જેમાં તાકીદ પણ કરવામાં આવી છે કે એજન્સીઓ / કોન્ટ્રાક્ટર / પેટા કોન્ટ્રાક્ટરણા રજીસ્ટ્રેશન કરાવવાની જવાબદારી જે તે ખાતા હેઠળ કામો કરાવામાં આવતા હોય તે ખાતાના વડાની રહેશે. (૫) કોઈપણ સંસ્થા જેવી કે ટ્રસ્ટ, કો-ઓપરેટીવ સોસાયટી, કંપની કે પાર્ટનરશીપ ફરમ કે ગુજરાત રાજ્યમાં ચાલતી અન્ય કોઈપણ સંસ્થાઓ કે જે ગૌણ ખનિજ છૂટછાટ નિયમો-૨૦૧૭ ના પરિશિષ્ટ હેઠળ ના ભાગ-એ માં દર્શાવેલ khanij જેવા કે સાદી રેતી, હાર્દ મોરમ, બ્લેક ત્રેપ, બિલ્ડીંગ સ્ટોન વગેરે ના ઉપયોગ થકી બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેઓએ પણ રૂ.૫૦૦૦/- ફી ભરી રજી. કરાવવાની રહેશે. ખનિજ સંપદાના તમામ સ્ટોકીસ્ટ હોય તેવા કેટેગરી – એ અને કેટેગરી-બી હેઠળ આવતા તમામ એન્ડ-યુઝર્સોએ પરિપત્રની તારીખથી ૬૦ દિવસમાં એ.વાય.સી.૧ અને કે.વાય.સી.૨ પૂર્ણ કરીને નવી સિસ્ટમમાં ઓન બોર્ડ થવા પણ તાકીદ કરવામાં આવેલ છે જ્યારે કેટેગરી- સી, ડી તેમજ ઈ હેઠળના એન્ડ યુઝર્સોએ પરિપત્રની જોગવાઈ મુજબ નવીન રજીસ્ટ્રેશન આઈ.એલ.એમ.એસ. પોર્ટલ પર તમામ વપરાશકર્તાઓએ નીયત ફી ભરીને નોંધણી કરાવવા તાકીદ કરવામાં આવેલ છે.
આવી સુચનાઓની અમલવારી રાજ્યના તમામ જીલ્લાના ભૂસ્તરશાસ્ત્રી / મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીઓએ વ્યવસ્થા કરવા તેમજ khanij સંપદાના વપરાશ કરનારા સ્ટોક ધારકો / ટ્રેડર / એન્ડ યુઝર્સોને તાત્કાલિક ધોરણે જાન કરવા પણ તાકીદ કરવામાં આવેલ છે.
બોક્સ : ભરૂચ જીલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં ખનિજ સંપદા દર્બાયેલી છે તેમજ અંકલેશ્વર, પાનોલી, ઝગડિયા, વિલાયત, વાગરા, ભરૂચ અંને દહેજ સાથે હવે જંબુસર માં ઔદ્યોગિક વસાહતો આવેલી હોય ખુબ મોટા પ્રમાણમાં બાંધકામ ઉદ્યોગને જરૂરીયાત મુજબની ખનિજ સંપદાની પણ માં ઉઠવા પામી છે સાથે સરકારી તેમજ જાહેર ક્ષેત્રોના વિકાસલક્ષી પ્રોજેક્ટો પણ કાર્યરત બનતા કુદરતી ખનિજ સંશાધનોની પણ ભરપુર માંગ ઉઠવા પામી છે પરંતુ કેટલાક સમયથી ભરૂચ જીલ્લામાં જે તે વિસ્તારોમાથી ખનન કરવામાં આવતી ખનિજ ઉલેચવામાં ખુબ મોટા પ્રમાણમાં ગેર કાયદેસર પ્રવૃત્તિ વકરી રહી હતી અને તેમાં સરકારની તિજોરીને આર્થિક નુકશાન થતું રહ્યું હતું તે અનુસંધાને હાલમાં જ રાજ્યના માઈન્સ અને મિનરલ્સ વિભાગના કમિશ્નર ડો.ધવલ પટેલ દ્વારા રાજ્ય સરકારની તિજોરીમાં આવક વધે અને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિને બ્રેક લાગે તે માટે તા.૨૮-૦૭-૨૦૨૩ ના રોજ પરિપત્ર જાહેર કરવામાં રાજ્યમાં કુદરતી ખનીજ સંપદા સાથે સંકળાયેલ તમામ સરકારી અને અર્ધ સરકારી તેમજ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામને નિયત કાકારેલી ફી સાથે નિયત સમય મર્યાદામાં પોર્ટલ ઉપર નોંધણી કરવાણા નિર્દેશિત પરિપત્ર જારી કરેલ છે.
બોક્સ : ભરૂચ જિલાના ઝઘડીયા તેમજ અન્ય ખનિજ વિસ્તારો , નદી કાંઠાના વિસ્તારોમાંથી રેતી, માટી ખનનનો વેપલો કાયદેસર કરતાં વધુ પ્રમાણમાં ગેરકાયદેસર રીતે વકરી રહ્યો હતો ત્યારે આ કમિશનર ઓફ જીઓલોજી માઈનીંગ, ગાંધીનગર દ્વારા પરિપત્ર જારી કરવામાં આવતા, હવે ભરૂચ જીલ્લામાં માટી , રેતી તેમજ અન્ય ખનિજ ખનનની ગેર કાયદેસર પ્રવૃત્તિ અટકશે સાથે સાથે જીલ્લાની ક્તીજોરીમાં આવક વધતા જે તે અસરગ્રસ્ત ગામોની ગ્રામ પંચાયતમાં પણ રોયલ્ટીની ગ્રાન્ટમાં પણ વધારો થશે જે વિકાસના કામોમાં ઉપયોગ કરી શકાશે.