વર્તમાન ભારતનું પ્રથમ એરોનોટિકલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટ ક્યાં શરૂ થયું હતું?
ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, બેંગલોર
IIsC બેંગલોરની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી?
સ્વામી વિવેકાનંદે જમશેદજી ટાટાને ૧૮૯૩ માં કરેલ સૂચન બાદ ટાટા અને મૈસૂરના મહારાજા કૃષ્ણરાજ વાડીયારના આર્થિક સહયોગથી IIsC બેંગ્લોર અસ્તિત્વમાં આવી હતી.
મૈસૂરના મહારાજાએ ૩૭૧ એકર જમીન અને ૫૦૦૦૦૦ રૂપિયા નિર્માણ માટે આપ્યા હતા તથા દર વર્ષે ૫૦૦૦૦ રૂપિયા નિભાવ માટે આપતા હતા
જમશેદજી ટાટાએ બિલ્ડિંગો બનાવવા પૈસા આપ્યા હતા.
આ પ્રથમ એરોનોટિકલ એન્જીનીયરીંગ વિભાગના પ્રથમ પ્રોફેસર કોણ હતા?
વિષ્ણુ માધવ ઘાટગે
વિષ્ણુ માધવ ઘાટગે ક્યાં ભણ્યા હતા?
એમનો જન્મ હાલ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયો હતો અને તેઓએ કોલેજ પરશુરામભાઉ કોલેજ, પુના ખાતેથી કરી હતી.
પરશુરામભાઉ કોલેજ કોણે બનાવી હતી?
જામખંડીના રાજાએ ૨૦૦૦૦૦ રૂપિયાનો આર્થિક સહયોગ કરી કોલેજ બનાવી હતી
પરશુરામભાઉ કોલેજ મહારાષ્ટ્રની શિક્ષણ પ્રસારક મંડળી દ્વારા ચલાવવામાં આવે છે કે જેની સ્થાપના ૧૮૮૩ માં થઈ હતી
ભારતની પ્રથમ એરોસ્પેસ કંપની કઈ હતી?
હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડ
કોણે અને ક્યારે સ્થાપી હતી?
પુનાના વાલચંદ હીરાચંદ શેઠ અને મૈસૂરના મહારાજાએ ૧૯૪૦ માં HAL ની સ્થાપના કરી હતી
HAL નું રાષ્ટ્રીયકરણ કોણે અને ક્યારે કર્યું?
અંગ્રેજોએ, ૧૯૪૨ માં
સ્પેસ રિસર્ચ માટે એસ્ટ્રો ફિઝિક્સ રિસર્ચ સૌથી પ્રથમ વિભાગીય રૂપે ક્યાં શરૂ થયું?
ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ, ૧૯૪૫
હોમી ભાભાએ ટાટા ના આર્થિક સહયોગથી TIFR ની સ્થાપના કરી હતી કે જે સ્પેસ રિસર્ચ કરતું હતું.
વિભાગીય રૂપે ભારતમાં કોસ્મિક રે રિસર્ચની શરૂઆત કયાં થઈ હતી?
IIsC બેંગલોર
હેડ કોણ હતું?
હોમી ભાભા
વિક્રમ સારાભાઈ હોમી ભાભા જોડે રિસર્ચ માટે પ્રથમ ક્યાં આવ્યા હતા?
IIsC બેંગલોર
PRL ની સ્થાપના ક્યાં અને કોણે કરી?
વિક્રમ સારાભાઈએ એમના ઘરે બનાવેલી લેબોરેટરી અમદાવાદની MG સાયન્સ કોલેજ ખાતે શિફ્ટ કરી હતી.
MG સાયન્સ કોલેજ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી હસ્તક આવે છે
અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કેવી રીતે થઈ હતી?
સરદાર પટેલના સૂચન અને ઈચ્છા અનુસાર ગણેશ માવળંકર, ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલભાઈ અને અમૃતલાલ હરગોવિંદદાસ દ્વારા અમદાવાદના ઉદ્યોગપતિઓ પાસે વ્યક્તિગત મુલાકાત દ્વારા આર્થિક અનુદાન દ્વારા અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સ્થપાઈ હતી
અબ્દુલ કલામ ક્યાં ભણ્યા હતા?
મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી
એ કોલેજ કોણે બનાવી હતી?
ઉદ્યોગપતિ ચિન્નાસ્વામી રાજમે
કાઉન્સિલ ઑફ સાયન્ટીફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ કોણે બનાવ્યું હતું?
સી વી રામન અને જનેન્દ્ર ચંદ્ર ઘોષે
ભારતના ઉધોગપતિઓએ અને રાજાઓએ આઝાદી પહેલાથી ભારતમાં સાયન્સ ડેવલપમેન્ટ માટે કામ શરૂ કરી દીધું હતું અને એ લોકો જ ખરા દીર્ઘ દ્રષ્ટા હતા
એમને ખ્યાલ હતો કે ધંધા અને દેશ ચલાવવા સ્કીલ્ડ પર્સન જોઈશે અને એટલે જ શિક્ષણ ક્ષેત્રે અને રિસર્ચ માટે રોકાણ કરતાં હતા.
સમાજવાદી અને વામપંથીઓના રવાડે ચઢી આજે એક વર્ગ ઉદ્યોગપતિઓ અને રાજાઓને નફરત કરે છે પણ વર્તમાન ભારતની પ્રગતી એમના યોગદાનના લીધે જ શક્ય બની છે
આઈ એમ ગ્રુટ પેજ દ્વારા
#નહેરુ અને #ભારતીય_સંસ્થાઓ