Home » Uncategorized » અભાવિપ ગુજરાત નો અમૃત મહોત્સવ

અભાવિપ ગુજરાત નો અમૃત મહોત્સવ

???????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????? ???????????????????????? *અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ* -દુનિયાના સૌથી મોટા વિદ્યાર્થ સંગઠન ને આ વર્ષે 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે …9 જુલાઈ 1949 માં સ્થપાયલ *ABVP* નું આ વર્ષે અમૃત મહોત્સવ છે… આ અમૃત વર્ષમાં દરેક રાજ્યોમાં વિવિધ વિવિધતા પૂર્ણ કાર્યક્રમો થયા છે, થવાના છે… તેના જ ભાગરૂપે કર્ણાવતીમાં રામોલ ખાતે શ્યામજી કૃષ્ણ વર્મા ઓડિટોરિયમ માં ગુજરાતના સ્થાયી કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને થોડા વર્તમાન કાર્યકર્તાઓનો ભવ્ય સંમેલન અમૃત મહોત્સવ સમારોહ યોજાઈ ગયો…વિદ્યાર્થી પરિષદની જે વિશેષતાઓ છે, *પ્લાનિંગ ઇન ડીટેલ એન્ડ પ્લાનિંગ એડવાન્સ*, *સમય પાલન*, *નાની-નાની બાબતોમાં ચોકસાઈ* આ બધી જ બાબતો આ કાર્યક્રમમાં દેખાઈ આવી, જે વર્તમાન કાર્યકર્તાઓ દ્વારા કાર્યાનિત થયું હતું… આ કાર્યક્રમના સ્વાગત સમિતિના અધ્યક્ષ IFCO ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી અને મંત્રી કર્ણાવતી સ્કૂલ બોર્ડના પૂર્વ શાસનઅધિકારી અશ્વિનભાઈ ત્રિવેદી હતા.. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી દરેક જિલ્લાઓના સ્થાયી કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અમુક તો ઘણા વર્ષો પછી એકબીજાને મળીને ગદગદિત થયા… કાર્યક્રમમાં માનનીય મદનદાસજી દેવી, માનનીય નારાયણ રાવ ભંડારી ,ન. ઉ. રાજ્યગુરુ, માનનીય અરુણભાઈ યાર્દિ,માનનીય કિર્તીભાઈ પંચોલી ના ફોટો ને સૌએ પુષ્પાંજલિ કરીને શ્રદ્ધાંજલિ આપી…. આમાંથી અનેક લોકો એવા હતા કે જેઓ આ પાંચેય માંથી કોઈને કોઈ સાથે કાર્ય કરેલ હતું અને પોતાના સમયનો એ કાર્યકાળ દરેકે પોતાના નજર સમક્ષ આવેલો જોયો હશે …સુંદર પ્રદર્શનની પણ હતી ..જેમાં જુદા જુદા સમયગાળાના ફોટોગ્રાફ્સ સુંદર રીતે પ્રચારિત કર્યા હતા… શ્રીલેખા ભવન પાલડી ખાતે બનનાર ABVP ના નવા કાર્યાલય નો પ્લાન અને બનનાર બિલ્ડીંગ ની છબી સૌએ જોઈ અને આ નવનિર્મિત કાર્યાલય ઝડપથી બને તેવો સૌએ મન સંકલ્પ પણ કર્યો હશે… વિવિધ રંગોળી ,સ્વચ્છતા, રજીસ્ટ્રેશન ની પદ્ધતિ ,સૌને મળેલી સ્મૃતિ ભેટ અને પ્રત્યક્ષ કાર્યક્રમ કે જેમાં સુંદર સંચાલન ,નાનો પણ પ્રભાવી સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભાવવિભોર કરી દે તેવા પ્રકારના વક્તવ્ય… જેમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી માનનીય આશિષજી ચૌહાણે આ ધ્યેયયાત્રા સંદર્ભે માહિતી આપીને અગાઉ વાત કરી એ પાંચે દિવંગત કાર્યકર્તાઓ સાથેના પ્રસંગો સુંદર રીતે વર્ણવ્યા …રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષત્રિય સંઘચાલક માનનીય ડો. જયંતીભાઈ ભાડેસીયા એ જણાવ્યું કે ડોક્ટર સાહેબ જે કહેતા હતા કે સંઘ એ ફક્ત એક જ કામ કરશે અને એ સ્વયંસેવક નિર્માણનું અને આપણે જોઈ રહ્યા છીએ કે આ સ્વયંસેવક નિર્માણના કાર્ય પછી આ સ્વયંસેવકો કેવું કાર્ય કરી રહ્યા છે ..તેનો જ આ પરિપાક છે… આ પ્રલોભનો ના વાતાવરણમાં નિષ્ઠા અને પ્રમાણિકતા ટકાવવી અઘરી છે જે આપણા સ્વયંસેવકો માટે સ્વાભાવિક છે… એટલે જ આપણું ધ્યેય આપણા નજર સમક્ષ હશે તો આપણે યોગ્ય દિશામાં જ કામ કરીશું આ નક્કી છે… રાષ્ટ્રીય શિક્ષા ઉત્થાનન્યાસના ટ્રસ્ટી અને અભાવીપ ના પૂર્વ રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી અતુલભાઇ કોઠારી એ પોતાના મનનીય વક્તવ્યમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થી સંગઠનના 75 વર્ષ એ વિકાસયાત્રાની સાથે વિચાર યાત્રા છે …આ વિદ્યાર્થી સંગઠનની વિશેષતા એ છે કે આ વિદ્યાથી સંગઠન છે પણ તેની ઓળખ અધ્યાપકોના માધ્યમથી છે અને તેના કારણે જ અને સ્થાયી સ્વરૂપ મળી શકે છે… ગુજરાત માટે માનનીય નારાયણરાવ ભંડારી અને ન.ઉ. રાજ્યગુરુને યાદ કરીને તેમના સંપર્ક અને પ્રવાસની વાત કરી હતી.. તેમણે કહ્યું હતું કે આપણે જે સૂત્રોચ્ચાર કરીએ છીએ ત્યારે પણ આપણે આનંદિત થઈ જઈએ છીએ, ઉત્સાહિત થઈ જઈએ છીએ અને આપણે વ્યવહારમાં પણ લાવીએ છીએ પરંતુ જ્યારે વૈજ્ઞાનિકોએ સિદ્ધિ દ્વારા આપણે જ્યારે ચંદ્ર ઉપર પહોંચ્યા ત્યારે બધા જ દેશવાસીઓએ ભારત માતાકી જય ની અનુભૂતિ કરી… *પૂજ્ય ડોક્ટર સાહેબે જેમ કહ્યું હતું કે ,”હમારે જીવન મેં એસા કભી નહિ હોના ચાહિયે કે હમ બોલે કી પહેલે મેં કભી સ્વયંસેવક થા” એ જ દ્રષ્ટિથી કદાચ હું પહેલા વિદ્યાર્થી પરિષદ નો કાર્યકર્તા હતો એવું કહેવાનો અવસર ન આવે એટલા માટે જ “સ્થાયી કાર્યકર્તા” શબ્દનો આવિષ્કાર થયો છે..* આપણે આ ભાવ સમજીશું… કર્ણાવતી એ આમ તો ગુજરાતનું મુખ્ય કેન્દ્ર છે અને ત્યાં અભાવિપનું વધુ સુવિધા યુક્ત અને મોટું કાર્યાલય હોય એ જરૂરી છે… તેના માટેના ઘણા સમયથી પ્રયત્ન થઈ રહ્યા છે… હવે એ કાર્યાલય નું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે તે પ્રક્રિયા ઘણી આગળ પણ વધી ચૂકી છે ત્યારે આટલા બધા સ્થાયી કાર્યકર્તાઓ હોય ત્યારે આપણે આપણું વધુમાં વધુ યોગદાન આપીને આ કાર્યાલય નિર્માણમાં સહભાગી થવા માટે પણ અપીલ કરી હતી.. *આ કાર્યક્રમમાં ગુજરાત પ્રાંતમાં પ્રાંત અધ્યક્ષ ,પ્રાંત મંત્રી, પ્રાંત સંગઠન મંત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ ,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જેવી જવાબદારીઓ નિભાવી ચૂકેલા જે કાર્યકર્તાઓ આ સંમેલનમાં ઉપસ્થિત હતા તે તમામનું સન્માન કરવામાં આવ્યું જે ઉલ્લેખનીય છે..* આ કાર્યક્રમમાં *યુગદ્રષ્ટા* વિશેશાંક નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. સમય મર્યાદામાં કાર્યક્રમ પૂરો થયો બાદ સુંદર ભોજન માણ્યું અને એક બે કલાક એકબીજા ને મન ભરીને મળ્યા.. વિવિધ સેલ્ફી પોઈન્ટ ઉપર પોતાના અને પોતાના ગ્રુપમાં પોતાના સમયના અન્ય કાર્યકર્તાઓ સાથે ફોટા પડાવ્યા અને આ સ્મૃતિઓને કેમેરામાં કંડારીને પોતાના મનપટલ પર પણ અંકિત કરીને સૌ અદભુત આનંદની અનુભૂતિ સાથે સ્વસ્થાને પહોંચ્યા….

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

Rss 100

RSS की 100 वर्ष की यात्रा के प्रमुख घटनाक्रम.. 1925 : डॉ. केशव बलिराम हेडगेवार ने 27 सितम्बर को विजया