દુનિયામાં બે અબજ મુસલમાનો છે.મુસ્લિમ દેશો કુલ 57 છે.એ ઉપરાંત દુનિયાના દરેક દેશોમાં મુસ્લિમ વસ્તી છે.યુરોપમાં પણ અઢી કરોડ મુસ્લિમો વસે છે.અને કેનેડા,અમેરિકામાં પણ સારી એવી મુસ્લિમ વસ્તી છે.
બીજી બાજુ યહૂદીઓની કુલ વસ્તી એક કરોડ ચાલીસ લાખ છે,અને એમનો એક માત્ર દેશ ઇઝરાયલ છે.એ ઉપરાંત અમુક યહૂદીઓ અમેરિકા અને કેનેડામાં પણ વસે છે.
જો આ બન્ને કોમનો અનુપાત માંડીએ તો 142 મુસલમાન સામે 1 યહૂદી છે.
હવે બન્ને કોમના ભણતરનો ફરક જોઈએ તો,યહૂદીઓ 90 % ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરે છે,જ્યારે મુસલમાનોના ફક્ત 1%જ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરે છે.કેટલો મોટો ફરક છે જુઓ.
અને મુસ્લિમોના 1%જે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરે છે તેઓ પણ પોતાની કોમ માટે કઈ જ ફાયદો કરાવી શકતા નથી,કારણકે બાકીના 99%જાહિલ મુસલમાનો એમના વિરોધમાં ઉભા રહી જાય છે!
દુનિયાની ટોપ 100 યુનિ.યહૂદીઓના વર્ચસ્વ હેઠળ છે,દુનિયાને યહૂદીઓ પોતાની ગણતરી મુજબ ચલાવે છે,દુનિયાના દરેક બાળકોના હાથમાં યહૂદીઓએ મોબાઈલ મૂકી દીધા,પણ પોતાના બાળકોને મોબાઈલથી દૂર જ રાખે છે.
બીજી બાજુ મુસલમાનનો ધર્મ,શાસ્ત્ર ખુદ સ્પષ્ટ છે અને બંધુત્વ એમનો ઉમદા ભાવ છે,ક્રિસ્ટલ ક્લીયર કહેવાય એવું પણ મુસ્લિમોના 72 ફિરકા છે અને પેટા ફિરકા અનેક!વળી બધા એક બીજાની સામે કાફર કાફર ની રમત રમી રહ્યા છે!
ચોપાટ બિછાવી છે અને કોઈક દાઢીઓની લંબાઈ માપે છે તો કોઈ લેંઘાની લંબાઈ માપે છે,અને કોઈક કુરતાઓની લંબાઈમાં પડ્યા છે.જ્યારે કોઈક ટોપીઓ પર ટકરાય જાય છે.જ્યારે આ બધી બાબતો ધર્મનો ભાગ છે જ નહીં!વળી અમુક મુસલમાનો દજ્જાલ,હઝરત મહેંદી અને ઈસા ઈબ્ને મરીયમમાં જ રચ્યા પચ્યા છે!આવી બધી માથાકૂટ કરવાથી મુસ્લિમોને કોઈ ફાયદો થતો નથી.આવા કોઈ અવતારો દુનિયામાં આવવાના હશે તો એમને ખુદ અલ્લાહ મોકલશે,એમાં મુસલમાનોએ કઈ કરવાનું રહેતું નથી!
મુસ્લિમો તમે તમારું જુઓ,તમારે તો ભંગાર વેચવાનો અને બિરયાની વેચવાની છે,હંમેશા સાલમપુર,ઉસમાનાબાદ,જાફરાબાદ જ તમારા માટે ન્યુયોર્ક છે અને અજમેર,બરેલી અથવા દેવબંદ તમારા મક્કા છે,હલાલ કમિટી તમારા નાસા છે,અને હવે તો મૌલવીઓ મસ્જિદના મિમ્બર પરથી ભૂગોળ પણ ભણાવવા લાગ્યા છે કે પૃથ્વી ગોળ નથી પણ ચપટી છે!ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે તમને!
જરાક સામાન્ય બુધ્ધિથી જુઓ તો મુસ્લિમ અને ખ્રિસ્તીઓ માં નજીવો ફરક છે એટલે વૈચારિક રીતે મુસ્લિમ અને ખ્રિસ્તીઓ વધારે કરીબ હોવા જોઈએ,અને યહૂદીઓ એ ખ્રિસ્તી જીસસનું ખૂન કરેલું એટલે યહૂદીઓ અને ખ્રિસ્તીઓ એકબીજાના દુશ્મન હોવા જોઈએ,પણ આજે જુઓ તો યહૂદીઓ અને ખ્રિસ્તીઓ એકબીજાના દોસ્ત છે અને મુસલમાનો બન્ને માટે દુશમનો છે!
આવું કેમ થયું?બે જાની દુશ્મન દોસ્ત બની ગયા અને જેમના વચ્ચે નજીવો વાંધો હતો એવા મુસલમાન ખ્રિસ્તીઓ માટે દુશ્મન બની ગયા!આનું કારણ જાણો છો?
યહૂદીઓ પોતાની વાતોને પોતાના પ્લાનીંગને અને પોતાના રહસ્યોને કોઈ દિવસ જાહેર થવા નથી દેતા,જ્યારે મુસ્લિમ મૌલવીઓ જાહેરમાં મસ્જિદના મિમ્બર પરથી યહૂદીઓ,નસારાઓ અને હિન્દુઓને ગાળો આપે છે,એમનું ધનોત પનોત નીકળી જાય એવી દુઆઓ કરે છે,અને એમને પોતાના દુશમનો જાહેર કરે છે,અને આ મેસેજ આખી દુનિયામાં ફેલાઈ છે.જેની ટેકનોલોજી,વિજ્ઞાન વાપરશો અને એમને જ ગાળો આપશો તો દુનિયા દુશ્મન બનવાની!
આ મુલ્લાંઓ,મૌલવીઓ,મૌલાના આવું શા માટે કરે છે?કારણકે એમની સામે જાહિલ સમાજ બેઠો છે,અને આવી વાતો આ લોકો કરે છે ત્યારે જાહિલ લોકો સમજે છે કે ખરા જ્ઞાની તો મુલ્લા,મૌલવી,મૌલાના જ છે!જ્યારે વાસ્તવ તો એ છે કે આ મુલ્લા,મૌલવી,મૌલાનાઓ તમને જન્નતના સપના બતાડી ને પોતાનું ભવિષ્ય સુધારે છે!
મૌલવી,મુલ્લા,મૌલાનાઓ ને પોતાનું મિમ્બર એ જ એમની દુનિયા છે,એના પરથી ઉતરીને યહૂદીઓનું ફેસબુક વાપરીને કાર અને સ્કૂટર પર ફરે છે!
માણસ કોઈપણ વાત પોતાના ઉસુલ આધારે કરે ત્યારે માણસ ખુદ પોતાના નફા નુકસાનની ગણતરી કરીને વાત મૂકે છે.પણ મુલ્લા,મૌલવી,મૌલાનાઓ ફક્ત એટલે વાતો મૂકે છે કે સાંભળનાર જાહિલો ખુશ થઈ જાય!પોતાના નુકસાન,ફાયદાની ગણતરી માણસને કેળવણી પ્રાપ્ત થાય ત્યારે જ આવે છે,અને મુસ્લિમો કેળવણીથી ખૂબ જ દૂર છે.
દોસ્તો,કેળવણી,શિક્ષણ પર ધ્યાન આપો.આપણા બાળકોને ખુદ ભણાવવા બેસો,જો તમે નથી ભણાવી શકતા તો બાળકોના ટ્યુશનની ગોઠવણ કરો.પોતાના ખર્ચાઓ ઓછા કરો,બાળકોને ભણાવો અને આપણી કોમના બીજા બાળકોને ભણાવવાની પણ જવાબદારી લ્યો,એનાથી જ તમારું ભવિષ્ય ઉજ્જવળ થશે.
Nauman Amrohiસાહેબની હિન્દીમાં લખેલી પોસ્ટનો આ ગુજરાતી અનુવાદ મેં કર્યો છે.મુસલમાન અને યહૂદીઓ વચ્ચેનું તુલનાત્મક અધ્યયન અહીં નૌમાંન સાહેબે કર્યું છે,અને ખૂબ સરસ રીતે કર્યું છે,જો કોઈને તુલનાત્મક અધ્યયન વિશે જાણવું હોય તો પણ આ પોસ્ટ ખૂબ ઉપયોગી છે,હો સાહેબ…..થોડું વિચારવા લાયક ખરું કે નઈ ????????