Home » जिला समाचार » 14 જિલ્લા માં જ વીજળી માં વધારો કેમ ?

14 જિલ્લા માં જ વીજળી માં વધારો કેમ ?

 ગુજરાતના ૧૪ જિલ્લાઓના ખેડૂતોને જ ૧૦ કલાક વીજળી કેમ…? શું દક્ષિણ ગુજરાતનો ખેડૂત એ ગુજરાતથી બહારનો છે..?

 પહેલી સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરતમાં દોઢ લાખ એકર શેરડીનું ખેડૂતો વાવેતર કરવાના સમયે જ ભેદભાવભરી નીતિ કેમ…?

 વીજ પુરવઠો સમગ્ર રાજ્યમાં એક સમાન નીતિ પ્રમાણે ખેડૂતોને મળવો ખુબ જરૂરી.

* કિસાન સંઘ પણ આ બાબતે સરકારનું ધ્યાન દોરશે…?

 સૌથી વધુ નદીઓ દક્ષિણ ગુજરાતમાં છે તેમાય પતિત પાવની, પુણ્ય શલીલા નર્મદા નદીનું પાણી તો સાબરમતી અને ઉત્તર ગુજરાત તેમજ કચ્ચ અને રાજસ્થાન સુધી પહોંચાડવાની હામ ભરી છે ત્યારે એક ને ખોળ અને બીજાને ગોળ કેમ..?

 શું દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઓરમાઈ ધરતી માતાના છે..? કે પછી દક્ષિણ ગુજરાતનું નેતૃત્વ પાંગળું છે..?

 આજે પણ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કેનાલો સુકી ભઠ અને અવાવરું, ઝાડી ઝાખરા ગ્રસ્ત બિસ્માર પડેલી છે અને તેમાંની ભરૂચ જીલ્લાની કે જ્યાં નર્મદા નદી ચંદ્રાકારે વહી રહી છે તેવા અનેક વિસ્તારો વાગરા, ભરૂચમાં કે જ્યાં આજે પણ ખેડૂતોની ફળદ્રુપ જમીનો સંપાદિત કરી છે ત્યારથી નર્મદાના પાણીનું એક ટીપુય પાણી ખેડૂતોના નશીબ નથી..?

હાલમાં ગુજરાત રાજ્ય સરકારે વરસાદ ખેંચાતા જ્યાં ૮ કલાક વીજળી મળતી હતી તેમાં બે કલાક વધારો કરી હતી ત્યાં ૧૦ કલાક વીજળી આપવા તેમજ જરૂર પડ્યે નર્મદા કેનાલો મારફતે સિંચાઇના પાણી આપવા ની ઘોષણા કરીતો કરી છે પરંતુ તેમાં પણ ભેદભાવપૂર્ણ વ્યવહાર રાખવામાં આવેલ છે તેમાં ગુજરાતના ૩૩ માંથી ૧૪ જીલ્લા માટે જ આવી ઘોષણા કેમ..? એવી ચર્ચાઓના પરિપેક્ષમાં દક્ષિણ ગુજરાતને કેમ બાકાત રાખવામાં આવેલ છે…? રાજ્ય અને કેન્દ્રના અર્થતંત્રમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતનું યોગદાન છે તો બીજી રીતે પણ સૌથી વધુ નદીઓના પાણી દક્ષિણ ગુજરાત સિવાય સૌરાષ્ટ્ર, કચ્ચ, ઉત્તર ગુજરાતમાં પહોચાડવામાં આવેલ છે ત્યારે દક્ષિણ ગુજરાતના જગતના તાત પ્રત્યે વીજળી આપવાનો અસમાન ભેદભાવ ભર્યો નિર્ણય કે અન્યાય કેમ ..?

મહત્વની બાબત તો એ છે કે દક્ષિણ ગુજરાતના ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારોમાં જેમાં નેત્રંગ અને અન્ય વિસ્તારોમાં આજે પણ એક હજાર થી ૧૨૦૦ ફૂટે પણ બોરવેલના પાણી ખેડૂતોને મળવા મુશ્કેલ છે અને માંડ માંડ સિંચાઈનું પાણી ખેડૂતના ઉભા પાકને મળી રહ્યું છે…? અને તેમાય વીજળીના ધાંધિયાના પાપે અપૂરતો વીજ પુરવઠો મળતા માત્ર ને માત્ર આઠ કલાક વીજ પુરવઠો અપાય છે…? જ્યારે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને પુરતો વીજ પુરવઠો…? આવું ઓરમાયા વર્તનથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ રાજ્યના ૧૪ જીલ્લામાં ૧૦ કલાક વીજળી આપવાની ઘોષણા ગુજરાતના તાત માટે કેટલી ન્યાયી..?

પહેલી સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો દોઢ લાખ એકર જમીનમાં શેરડીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે તેમજ હાલ ડાંગરનો પાક પણ વરસાદ ખેંચતા સીન્ચાનું પાણી માંગી રહ્યો છે જે તે સમયે નહિ મળે તો દાનાગ્રનો ઉભો અને તૈયાર થવાના આરે આવેલો પાક મુરજાઈ જવાની પૂરે પૂરી શક્યતા છે. કેળ, શેરડી અને ડાંગર ની સાથે સાથે છેલ્લા ૨૨ દિવસ થી વરસાદે વિરામ લેતા દક્ષિણ ગુજરાતના ઉભ પાકમાં સિંચાઈની ખુબ જરૂરીયાત છે ત્યારે એક સમાન નીતિ અપનાવી સમગ્ર રાજ્યમાં વીજપુરવઠો ૧૦ કલાક મળી રહે તેવી ભેદભાવભરી નીતિ ને બાજુએ મૂકી દક્ષિણ ગુજરાતના ખેડૂતોના હિતમાં વ્યાજબી, ન્યાયિક અને સમયોચિત હિતમાં ઘૂશ્ના થાય તે જરૂરી છે.

કેટલાક રાજકીય પક્ષોમાં અંદરખાને થી દક્ષિણ ગુજરાતના ખેડૂતોના સાર્વજનિક હિતમાં નજીકના ભવિષ્યમાં રાજ્યના ૩૩ જિલ્લામાંથી માત્ર ૧૪ જિલ્લાને જ વીજ પુરવઠો ૧૦ કલાક આપવાના નિર્ણય સામે વાંધો ઉઠાવી ખેડૂતોના હિતમાં તાલુકા અને જીલ્લા કક્ષાએ આવેદનપત્ર આપીને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ થાય તેવી પણ શક્યતા નકારી ન શકાય….?

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

Rss 100

RSS की 100 वर्ष की यात्रा के प्रमुख घटनाक्रम.. 1925 : डॉ. केशव बलिराम हेडगेवार ने 27 सितम्बर को विजया