ભારત સરકારના નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોયના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાના વિકાસ પ્રકલ્પો અંગે બેઠક યોજાઈ
——-
જિલ્લામાં નિર્માણાધિન વિકાસ પ્રકલ્પો વિષે જાણકારી મેળવતા નીતિ આયોગના એડિ. સેક્રેટરી
——-
Bharuch To be a Growth Hub ( G-Hub) ની સંકલ્પના સમજાવીને જિલ્લામાં આકાર પામી રહેલા નવા આયામોની જાણકારી પૂરા પાડતા જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા
——–
ભરૂચ: શનિવાર:- ભારત સરકારના નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોયના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના વિસી રૂમમાં ખાતે જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે ભરૂચ જિલ્લાના વિકાસ પ્રકલ્પો અંગે બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી નિર્માણાધિન વિકાસ પ્રકલ્પો વિષે જાણકારી મેળવી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા Bharuch To be a Growth Hub ( G-Hub) ની સંકલ્પનાની જાણકારી આપીને જિલ્લામાં આકાર પામી રહેલા નવા આયામોની વિસ્તૃત જાણકારી આપી હતી. જંબુસરમાં આકાર લઈ રહેલા બલ્ક ડ્રગ પાર્ક,ભાડભૂત બેરેજ યોજના ,ભરૂચમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એકસ્પ્રેસ વે,અંકલેશ્વરમાં એરસ્ટ્રીપ અંગેનો પ્રગતિ,દહેજ ખાતેનો ૧૦૦ એમએલડી ડીસેલીનેશન પ્લાન્ટ, જીઆઈડીસી અંતર્ગત રાજપારડી ખાતે લિગ્નાઈટ પ્લાન્ટ, બુલેટ ટ્રેન પ્રોજેકટ, પ્રવાસનને લગતા પ્રગતિ હેઠળના પ્રોજેકટો અંગે તલસ્પર્શી જાણકારી આપી હતી, આ પ્રકલ્પો સાકાર થવાથી જિલ્લાના થનારા સર્વાંગી વિકાસની રૂપરેખા રજૂ કરી હતી.
આ બેઠકમાં નીતિ આયોગના એડવાઈઝરી કમિટીના ISEG શ્રી અભિલાષ ભાવે, અધિક નિવાસી કલેકટર શ્રી એન આર ધાધલ તથા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦૦-