Home » समाचार » સરદાર પટેલ જયંતી ની ઉજવણી

સરદાર પટેલ જયંતી ની ઉજવણી

 

રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર પટેલ જયંતી નિમિત્તે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા “રન ફોર યુનીટી” નો કાર્યક્રમ યોજાયો

ભરૂચ તા.૩૧/૧૦

આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભરૂચ ખાતે જન શિક્ષણ સંસ્થાન, રોટરી ક્લબ ઓફ વાગરા તથા ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિયામકશ્રી ઝ્યનુલ સૈયદનાં માર્ગદર્શન હેઠળ ભવ્ય “રન ફોર યુનીટી” તેમજ એકતા શપથનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચનાં સોનેરી મહેલ સર્કલ ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ જિલ્લા ભાજપનાં પ્રમુખશ્રી મારૂતીસિંહ આટોદરીયા, શહેર પ્રમુખ શ્રી પ્રકાશ પટેલ, નગરપાલિકાનાં ઉપપ્રમુખશ્રી અક્ષય પટેલ દાજી, જિલ્લા મહામંત્રી શ્રી દિવ્યેશ પટેલ, શ્રીમતી ભીખીબેન જાદવ તથા જેએસએસનાં બોર્ડ મેમ્બર શ્રીમતી ઈન્દીરાબેન રાજ તથા અન્ય મહાનુભાવોનાં હસ્તે લીલી ઝંડી આપી રેલી રવાના કરાઈ હતી.

રેલી સમાપન સમયે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સૌ હાજરજનોએ એકતાનાં સપથ લીધા હતા તથા શહેર પ્રમુખ શ્રી પ્રકાશ પટેલ, નિયામકશ્રી ઝ્યનુલ સૈયદ તથા મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. તો ગત રોજ જેએસએસ કેમ્પસ ખાતે એકતા અંગે સરદાર વલ્લભભાઈ પટેલનું ભારતની આઝાદીમાં યોગદાન તથા સરદાર પટેલનું જિવન વૃત્તાંત વિષયો આવરી લેવાયા જ્યારે સ્વચ્છતા અંગે આપણું ભારત સ્વચ્છ ભારત વિષયને લઈ કવીઝનું સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં ૧૦0 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમજ તા. ૧/૧૧નાં રોજ જેએસએસ ખાતે વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં “ભારતમાં એકતા” તથા “સ્વચ્છતા એજ પ્રભુતા” વિષયો આવરી લેવાયા છે.

સમગ્ર કાર્યકમનું સંચાલન જેએસએસનાં શ્રીમતી ક્રિષ્નાબેન કઠોલીયા, શ્રીમતી હેતલબેન પટેલ દ્વારા કરાયું જ્યારે શ્રી ઝેડ એમ શેખ તેમજ અર્પિતા રાણા તથા ટીચીંગ સ્ટાફ અને કાર્યકર્તાઑ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?