જંબુસર..
જંબુસર તાલુકાના ગજેરા ગામ પાસે એસટી બસ નો અકસ્માત થતા એકનું ઘટના સ્થળે મોત
એસટી બસ ગટરમાં ઉતરી જતા સમગ્ર ઘટના બની
અન્ય પાંચ ઈસોમો ને ગંભીર ઈજા થતા 108 દ્વારા જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા
જંબુસર એસટી બસના અકસ્માતમાં આ ચોથી ઘટના
જંબુસર તાલુકા ના ગજેરા અને મસારોડ ગામ વચ્ચે એસ ટી બસ રોડની સાઈડ મા ઉતરી પડતા એક વ્યક્તિ નુ મોત ઘટના સ્થળે થયું છે
અકસ્માત ની અંદર જંબુસર તાલુકાના ગજેરા ગામના નગીનભાઈ ડાયાભાઈ ચાવડા રિટાયર એસટી બસ કંડકટર નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો અન્ય 10જેટલાં મુસાફરો ને ઇજા થતા જંબુસર રેફરલ હોસ્પિટલ તેમજ વડુ csc ખાતે ખાસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટના મા વડુ પોલીસ દ્વારા મૃતક યુવકને પીએમ અર્થે ખાસેવામાં આવ્યો હતો
આ મીની બસમાં અંદાજે 80જેટલાં પેસેન્જર સાવરહતા તેવુ એસટી બસના કંડેક્ટરે જણાવ્યું હતુ