આ વીડિયોમાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ આજરોજ ભારતના સુપ્રીમ કોર્ટ ના નવા ન્યાયાધીશ ભૂષણ રામચંદ્ર ગવાઈ ની નિમણૂક ની સૌઘંધવિધિ ના છે .
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી દેશભક્ત સંસ્થા જ્યારે એના 100 વર્ષ ઉજવી રહી છે ત્યારે પંચ પરિવર્તનના જે પાંચ આયામો આ શતાબ્દી વર્ષ દરમિયાન તેમણે ઉજવવાના નક્કી કર્યા છે તેમાંનું એક પંચ પરિવર્તન એ સામાજિક સમરસતા છે આ વીડિયોમાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ સંઘની શતાબ્દી વર્ષ નિમિત્તે આ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ હોય એવું લાગી રહ્યું છે કારણ કે ભારતના સર્વોચ્ચ પદ ઉપર બિરાજમાન એટલે કે ભારતના રાષ્ટ્રપતિ એ ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના સોગંદ વિધિ કરાવી રહ્યા છે.
ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ દ્રોપદી એ ભારતમાં જેને આદિવાસી વનવાસી તરીકે ઓળખવામાં આવે છે એવા ગરીબ પરિવારની એક આદિવાસી મહિલા એ રાષ્ટ્રપતિ તરીકે બિરાજમાન છે અને આ જ આદિવાસી મહિલા એ ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જેની શપથવધિ કરાવી રહ્યા છે એ પણ ભારતના અંત્યંત પછાત વર્ગમાંથી આવતા દલિત સમાજના વ્યક્તિ છે આમ ભારતના સર્વોચ્ચ પદ ઉપર બિરાજમાન બંને વ્યક્તિઓ એ અંતિમ પછાત વર્ગમાંથી આવતા બે અંત્યંત કુશાગ્ર બુદ્ધિશાળી વ્યક્તિઓ છે અને એટલે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષ નિમિત્તે નિયત કરવામાં આવેલા પંચ પરિવર્તનમાં નું સામાજિક સમરસતા નું ઉત્તમ ઉદાહરણ એ દેખાઈ રહ્યું છે.
પરંતુ આ વિડીયો જોયા પછી તમારો ધ્યાન એક બીજા મુદ્દા ઉપર પરિવર્તિત કરવાનો પ્રયાસો કરી રહ્યો છું ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો સમયગાળો પૂર્ણ થવાનો હતો એટલે નવા ન્યાયાધીશ ન નિમણૂક એ નિયત જ હતું અને એટલે સમાચાર બનાવવા માટે સવારથી જ્યારે આ સોગંદ વિધિ નો સમય હતો ત્યાર પછી સોશિયલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ પર અનેક ઠેકાણે આ શપથવિધિ ના વિડીયો એ શોધવા માટેનો પ્રયાસ કર્યો પરંતુ સામાન્ય રીતે જોવા મળતા આવા વિડયો દરેક પ્લેટફોર્મ ઉપર ખૂબ વાયરલ થતા હોય છે પરંતુ આ એક વિડીયો મેળવવા માટે મારા નાકે દમ આવી ગયો આ વિડીયો સર્ચ કરવા માટે જ્યારે હું સર્ફિંગ કરી રહ્યો હતો ત્યારે કેનેડાના મંત્રીમંડળમાં થયેલી ભારતીય એક નારી ની નિમણૂક ના દ્રશ્યો એ અનેક પ્લેટફોર્મ ઉપર જોવા મળ્યા પરંતુ આ મુખ્ય ન્યાયાધીશની સોગંદ વિધિ ના વિડીયો બહુ જ જોવા મળ્યા.
અને ત્યારે આ પ્રશ્ન ઉદભવ્યો કે આવો ભેદભવ કેમ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે જેની સોગંદ વિધિ થાય છે એ વિડીયો સોશિયલ મીડિયા ઉપર કે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ઓછા જોવા મળ્યા જ્યારે કેનેડાના મંત્રીમંડળમાં સમાવવામાં આવેલી ભારતીય નારીના વિડીયો ફોટોસ એ ડિજિટલ પ્લેટફોર્મ પર અઢળક પ્રમાણમાં જોવા મળ્યા આવો ભેદભાવ આજે પણ કેમ દેખાઈ રહ્યો છે?
સંઘ જેવી પ્રામાણિક સંસ્થા જ્યારે સામાજિક સંસ્થા નો પંચ પરિવર્તનો ઉદ્દેશો લઈને પોતાની શતાબ્દી વર્ષ ઉજવવા જઈ રહી છે ત્યારે જ આવા દ્રશ્યો આ સંઘની સામાજિક સમરસતાની પહેલને ધક્કો પહોંચાડતા હોય એવું નથી લાગતું ?
સામાન્ય રીતે વર્ષો પૂર્વે આ દેશમાં જે અસ્પૃશ્યતાના દ્રશ્યો હતા એ શારીરિક અસ્પૃશ્યતાના દ્રશ્યો વધારે હતા અને છેલ્લા કાળક્રમે અનેક સામાજિક સંગઠનો અને સમાજમાં આવેલી જાગૃતિના કારણે અથવા શિક્ષણ અથવા આર્થિક સમાનતાને કારણે આ સામાજિક સમસ્યા એવી અસ્પૃશ્યતાનો કંઈક અંશે નિકાલ થયો હોય એવું લાગી રહ્યું છે અને એટલા જ કારણે શારીરિક અસ્પૃશ્યતા સમાજમાંથી હવે વિલીન થઈ હોય એવું દેખાય રહ્યું છે પરંતુ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર અને ડિજિટલ પ્લેટફોર્મ પર સોગંદ વિધિના ન જોયા પછી એવું લાગવા લાગી અને જે કદાચ સત્ય પણ છે કે સમાજમાંથી શારીરિક અસ્પૃશ્યતા ભલે દૂર થઈ ગઈ હોય પરંતુ આજે પણ સમાજમાં હજુ માનસિક અસ્પૃશ્યતા હયાત છે અને હાલ જે સમાજની સમસ્યા છે એ આ માનસિક અસ્પૃશ્યતાની છે.
સમાજમાંથી શારીરિક અસ્પૃશ્યતાના નિવારણ પછી હાલ સમાજમાં વર્તમાન સમયમાં વિદ્યામાન આ માનસિકાના નિવારણ કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી સંસ્થાએ હજુ શું બીજા સો વર્ષ કામ કરવું પડશે આ દેશમાં ?
શારીરિક અસ્પૃશ્યતાને દૂર કરવામાં 100 વર્ષના કાર્યકાળ દરમિયાન સંગે પ્રવચન ઉપદેશ વગેરે આપ્યા વિના આચરણ અને વ્યવહાર દ્વારા એ સિદ્ધ કરી બતાવ્યું છે પરંતુ આવનારા સમયમાં આ માનસિક અસ્પૃશ્યતાને દૂર કરવા માટેના પ્રયાસ પણ સંઘ દ્વારા સમાજમાં વ્યાપક પ્રમાણમાં થાય એ આવશ્યક છે કારણ કે આવી વિદ્વાન વ્યક્તિઓના શપથવિધિના કાર્યક્રમમાં પણ જો આ માનસિક અસ્પૃશ્યતાના ભોગ બનતા હોય તો પ્રતિભાવો જેને તક જ નથી મળતી એવી પ્રતિભાઓનો લાભ આ સમાજ અને આ દેશ લેતા અટકી પડશે અને તે પ્રતિભાવો નો લાભ જો સમજ નહીં લઈ શકે તો આ રાષ્ટ્ર એ પરમ વૈભવના સિંહાસન પર પહોંચવા માટે સફળ કેવી રીતે થઈ શકે ?
આ વિડીયો ઘણું બધું કહી જાય છે અને ભારતની પૌરાણિક પરિસ્થિતિનો જો વિચાર કરીએ તો ભારતની પૌરાણિક પરિસ્થિતિમાં ન તો સામાજિક અસ્પૃશ્યતા હતી ન તો માનસિક અસ્પૃશ્યતા હતી પરંતુ આ દેશ ઉપર આવેલા અનેક વિદેશી આક્રમણ કાર્ય એ આ દેશની મૂળભૂત સંસ્કૃતિને બદલવાનો જે પ્રયાસ કર્યો અને એ સંસ્કૃતિ બદલવાના પ્રયાસમાં સમાજમાં વ્યાપેલું આદુષણ એ અસ્પૃશ્યતાના રૂપમાં વર્તમાનમાં દેશમાં દેખાઈ રહ્યું છે.
ભગવાન રામે શબરીના હેઠા બોર ખાવાની ઘટના હોય કે ભગવાન રામ એ વનવાસ દરમિયાન પોતે જેના ત્યાં રાત્રી રોકાણ પ્રથમ કરી હતી એ એમનો ગુરુકુળનો સાથ્યહી હોય આ બંને ઘટનાઓમાં આપણને પૌરાણિક ભારતમાં અસ્પૃશ્યતા નામનું કોઈ પરિબળ સક્રિય ન હોવાનું એ દેખાડે છે પરંતુ એવા જ પણ શક્ય છે કે આજે વર્તમાનમાં કેટલાક ઠેકાણે હજુ પણ શારીરિક અસ્પૃશ્યતા તો છે જ પરંતુ એનાથી વધારે જગ્યાએ માનસિક અસ્પૃતીયતા નું પ્રમાણ એ જોવા મળી રહ્યું છે ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં પણ હાલમાં જ ઉત્તર ગુજરાતના એક ગામમાં મંદિરના ત્રણ દિવસના કાર્યક્રમમાં ગામના જ આવા હિન્દુ દલિત બંધોને નિમંત્રણ આપવામાં ન આવ્યું જ્યારે એ ગામનો સરપંચ ખુદ એ દલિત સમાજનો છે અને તેમ છતાં એ સરપંચ શુદ્ધાને પણ નિમંત્રણ ન આપવામાં આવ્યું. વધારે દુઃખની વાત તો એ છે કે આ દલિત સમાજ એ મંદિરના કાર્યક્રમોમાં દાન આપવા માટે સામેથી પહેલ કરી તો તેમનું દાન પણ સ્વીકારવામાં ન આવ્યું અને તેમને આમંત્રણ શુદ્ધ પણ આપવામાં ન આવ્યું ગુજરાત જે વાર વિકસિત રાજ્યમાં પણ જો આવી ઘટનાઓ બનતી હોય તો દેશના અન્ય અવિક્ષિત રાજ્યોમાં શું સ્થિતિ હશે એક કલ્પી શકાય છે પરંતુ એક વાત તો સત્ય છે કે ભારત અસ્પૃશ્યતાના મામલે પોતાનો માર્ગ ભૂલી ચૂક્યું છે અને જ્યારે કાશ્મીરના પહેલગામ જેવા પર્યટન સ્થળો ઉપર પર્યટકોનો ધર્મ પૂછીને તેમના કપડા ઉતારીએ તેમની ઇન્દ્રિય ચેક કરીને એમને ગોળીયે દેવાતા હોય ત્યારે સમાજ પોતે પોતાના જ્ઞાતિગત ભેદભાવો ભૂલીને હિન્દુ તરીકે એ સંગઠિત થાય એવા દ્રશ્યો એ આવશ્યક જણાઈ રહ્યા છે ત્યારે આ અસ્પૃશ્યતા શારીરિક અસ્પૃશ્યતા અને માનસિકતા આ બંનેનો નિકાલ લાવવા માટે ધાર્મિક આગેવાનો ધાર્મિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓએ આગળ આવીને કામ કરવું પડશે એવું લાગી રહ્યું છે.
ભારત માતાકી જય