* ત્રણ દિવસ થયા હોવા છતાં પણ મહિલાની ફરિયાદ નોંધાતી નથી
* ફરિયાદ ક્યારે ફાટશે તેની રાહ જોઈ રહી છે.
*ગુજરાતના ભરૂચમાં વધુ એક વર્ક પ્લેસ હેરેસમેન્ટ ફરિયાદ અપાઈ
* ફરિયાદ અપાયાના ત્રણ દિવસ થયા છતાં પણ મહિલાની ફરિયાદ પોલીસ નોંધતી નથી .
* ક્રિમિનોલોજીમાં LLM થયેલ મહિલા કર્મચારી નો ન્યાય નો પોકાર કાયદાનો અભ્યાસ કરેલ મહિલા કર્મચારી ની ફરિયાદ નહીં નોંધતા તેઓનો કાયદા પરથી વિશ્વાસ ઉઠ્યો
* બાળકોની સંસ્થામાં કાયદા અધિકારી તરીકે કામ કરતા મહિલા કર્મચારી પોલીસ પાસે ન્યાય ની પુકાર કરી રહી છે.
*ગુજરાતમાં બાળકોની સંસ્થામાં કામ કરતા મહિલાઓ પર જાતીય સતામણી તો બાળકોની સુરક્ષા નું શું?
ભરૂચમાં બાળકોની સંસ્થામાં મહિલા કર્મી પર જાતીય સતામણીની ફરિયાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી છે. તારીખ19.12.2024 ના રોજ ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ બાળ સંરક્ષણ મંડળ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયસ કાળી તલાવડી ખાતે પ્રોબેશન અધિકારી તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી સાથે છેલ્લા ત્રણ માસથી સંસ્થાના અધિક્ષક તથા સ્ટાફ દ્વારા માનસિક હેરેસમેન્ટ કર્યા હોવાની અરજી તારીખ 19-09-2024 સંસ્થાના માનદ મંત્રી તથા અધિક્ષકને આપવામાં આવી હતી આ બાબતે સંસ્થાના માનદ મંત્રી તથા અધિક્ષક પાસે અરજીની ઓસી કોપી માંગતા મંત્રીએ જણાવ્યું હતું કે બેન વિવાદમાં ના ઉતરો હું બધા સાથે વાત કરી લઈશ આજ પછી એવું નહીં થાય તેવું વચન આપ્યું હતું. પરંતુ માનસિક ત્રાસ ઓછો નહીં થતાં સંસ્થામાં ચાલતી ગેરરીતી તથા બાળકો પાસે કામકાજ કરાવવા બાબતે રજૂઆત અધિક્ષકને કરી તો તેઓએ જણાવ્યું હતું કે આ કામ તો કરવું જ પડે આખરે મહિલા કર્મચારી દ્વારા તેઓના પર્સનલ ઈમેલ આઇડી પરથી ભરૂચ જિલ્લા કલેકટર ના ઇમેલ આઇડી પર 1 ઓક્ટોબર 2024 ના સવારે 11:22 મિનિટે ઈમેલ દ્વારા બાળકો પાસે કરાવવામાં આવતા કામના ફોટા અને વિડિયો ઉતારી મેલ કરવામાં આવ્યા હતા. આ બાબતે જિલ્લા કલેકટર કચેરીમાં કરાયેલ મેલની માહિતી સંસ્થા સુધી થતા મહિલા કર્મચારીને ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. સંસ્થામાંથી સ્વૈચ્છિક રાજીનામું આપવા દબાણ કરતા હતા. આ વિષયનો ફાયદો ઉઠાવી તારીખ 11.12. 2024 ના રોજ જ્યારે ઓફિસના કામ બાબતે અધિક્ષકની ઓફિસમાં જતા અધિક્ષક હરેશ પરમારે જણાવ્યું હતું કે હું આ સંસ્થાનો અધિક્ષક છું જો તમારે અહીંયા નોકરી કરવી હોય તો હું તમને આ બધા બાબતથી બચાવી શકીશ તમારે મારી સાથે એક રાત ગુજારવી પડશે
એમ કહી મહિલા કર્મીને બાથભરતા મહિલા કર્મચારીએ કહ્યું હતું કે હું મારા પતિને બધું કહી દઈશ ત્યારબાદ મહિલા કર્મચારી એ તેઓના પતિને ફોન કર્યો હતો. અધિકક્ષકે પતિને કહેવાની બીકને લઈ કામ બાબતે મહિલા કર્મચારી ને તાત્કાલિક નેત્રંગ તાલુકાના ટીમરોલીયા ગામે જવાનું જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે હું આવતીકાલે જઈશ
એ બાબતે વિવાદ કર્યો હતો ત્યારબાદ મહિલા કર્મચારી દ્વારા સંસ્થાના ટ્રસ્ટી જગદીશભાઈ ભાવસાર ને કોલ કરી જણાવ્યું હતું કે સાહેબ આજે મારાથી જવાય તેમ નથી તો આવતીકાલે જઈશ તો ટ્રસ્ટી દ્વારા તેઓને બીજા દિવસે જવાનું જણાવ્યું હતું. અધિક્ષકને ફસાઈ જવાના બીકને લઈ તારીખ 12-12/2024 ના રોજ બહેનને નેત્રંગ તાલુકાના ટીમરોલીયા ગામે ઘર તપાસ કરવા મોકલી આપવામાં આવ્યા હતા અને સંસ્થાના તમામ કર્મચારીઓ સ્વૈચ્છિક રાજીનામાં આપવાની ધમકી આપી ટ્રસ્ટીઓ પાસે બેન જો નોકરી કરશે તો અમે કોઈ નોકરી કરવા નહીં આવે એમ કહી બેન ને સંસ્થામાંથી હાંકી કાઢવાના કાવતરા કરવામાં આવ્યા હતા.
તારીખ 13 -12- 2024 ના રોજ સંસ્થામાં આવતા બપોરના સમયે સંસ્થાના ટ્રસ્ટીઓ તથા સ્ટાફ દ્વારા માનસિક યાતના આપવામાં આવી હતી
આમ કાયદા ની llm જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવનાર મહિલા સાથે જ્યારે આવી ઘટના બને તો તે કાયદા નો સહારો લે તે સ્વાભાવિક છે
પરંતુ કાયદા ની ડીગ્રી ધરાવનાર મહિલા એ પોલીસ ને લેખિત ફરિયાદ પોતાની આપી હોવા છતાંય તેની કાયદેસર ની ફરિયાદ લખવામાં આવતી ન હોવાથી મહિલા સુરક્ષા ની વાતો વાંઝણી સાબિત થતી દેખાય રહી છે.
જો આવી ઉચ્ચ શિક્ષિત મહિલા ની આ હાલત હોય તો સામાન્ય ગરીબ અને અભણ મહિલાઓની શું હાલત હશે ?