Home » समाचार » અંદાજપત્ર ના મુખ્ય અંશો (હાઇ લાઈટ)

અંદાજપત્ર ના મુખ્ય અંશો (હાઇ લાઈટ)

– હવે 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર નહીં ભરવો પડે ટેક્સ

– સિગરેટ મોંઘી થશે

– સોના, ચાંદી, પ્લેટિનમ જેવી ધાતુઓ મોંઘી થશે, ચાંદીના વાસણો પણ મોંઘા થશે.

– મોબાઈલ ફોન, ટીવી, EV કાર સસ્તા થશે

– ઘરોમાં ઈલેક્ટ્રિક ચીમની મોંઘી થશે

– વાહન સ્ક્રેપિંગ માટે પર્યાપ્ત પૈસાનું આયોજન કરવામાં આવશે

– આગામી 1 વર્ષ માટે મફત અનાજ યોજના માટે 2 કરોડ રૂપિયાનું બજેટ

– મહિલાઓના નામે 2 લાખ રૂપિયા જમા કરી શકાશે, મહિલા સેવિંગ સન્માન પત્ર લાવવામાં આવશે.

– PAN ને ઓળખ પત્ર તરીકે માન્યતા

– 7000 કરોડના ખર્ચથી શરૂ થશે ઈ-ન્યાયાલય સ્કીમનું ત્રીજું ચરણ

– પ્રાકૃતિક ખેતી માટે 10000 બાયો-ઈનપુટ રિસોર્સ કેન્દ્ર સ્થાપિત કરાશેઆગામી 1 વર્ષ માટે મફત અનાજ યોજના માટે 2 કરોડ રૂપિયાનું બજેટ

– કેન્દ્રીય પ્રોસેસિંગ સેન્ટરની સ્થાપના કરાશે.

– બેંકિંગ એક્ટમાં ફેરફાર કરાશે.

– કમર્શિયલ વિવાદની પતાવટ માટે સરકાર વિવાદ સે વિશ્વાસ-2 યોજના લાવશે.

– પીએમ પ્રણામ યોજનાની શરૂઆત, બજેટમાં મોટી જાહેરાત. આ યોજના વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા માટે હશે. આ ઉપરાંત ગોવર્ધન સ્કીમ હેઠળ 500 નવા સંયંત્રોની સ્થાપના કરાશે.

– કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ આઉટલે 33 ટકા વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરાશે. જે જીડીપીના 3.3 ટકા રહેશે.

– આગામી 3 વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે મદદ કરાશે. 10,000 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર ખોલવામાં આવશે.

– આગામી એક વર્ષ માટે મફત અનાજ યોજના, આ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ

– મહામારીથી પ્રભાવિત MSMEને રાહત આપવામાં આવશે, 95 ટકા પૂંજી પરત કરાશે.

– 5જી પર રિસર્ચ માટે એન્જિનિયરિંગ કોલેજોમાં 100 લેબ બનશે.

– રાજ્ય સરકારોને અપાતી 50 વર્ષની વ્યાજમુક્ત લોન વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય

– નગર નગમ પોતાના બોન્ડ લાવી શકશે.

– AI માટે સેન્ટર ફોર ઈન્ટેલિજન્સ

– સીવર સફાઈ મશીન આધારિત કરાશે

– ઓળખ પત્ર તરીકે PAN ને માન્યતા

– દેશમાં નવા 50 નવા એરપોર્ટ બનશે.

– આગામી 3 વર્ષમાં સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને સમર્થન આપતી 740 એકલવ્ય મોડલ સ્કૂલો માટે 38,000 શિક્ષકો અને સહાયક કર્મચારીઓને નિયુક્ત કરશે.

– ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રા માટે 75 હજાર કરડોનું પેકેજ

– આદિવાસીઓ માટે 15 હજાર કરોડનું પેકેજ

– પીએમ આવાસ યોજનાનું ફંડ 66 ટકા વધારીને 79,000 કરોડ જેટલું કરાયું.

– ખેડૂતોને લોનમાં છૂટ ચાલુ રહેશે.

– રેલવેની નવી યોજનાઓ પર 75000 કરોડ રૂપિયા

– શહેરોના વિકાસ માટે 10 હજાર કરોડ ફાળવવામાં આવશે.

– રેલવે માટે 2.4 લાખ કરોડની ફાળવણી

– બાળકો અને યુવાઓ માટે નેશનલ ડિજિટલ લાઈબ્રેરી સ્થાપિત કરાશે.

– પશુપાલન, ડેરી અને મસ્ત્ય પાલન પર ધ્યાન આપતા કૃષિ ઋણના લક્ષ્‍યાંકને 20 લાખ કરોડ કરવામાં આવશે.
કૃષિ સંલગ્ન સ્ટાર્ટઅપને પ્રાથમિકતા આપવામાં આવશે.

– 2014થી બનેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે કોલોકેશનમાં 157 નવી નર્સિંગ કોલેજ સ્થાપિત કરાશે.

– કૃષિ ઋણનો લક્ષ્‍યાંક 20 લાખ કરોડ

– કૃષિ સંવર્ધક ફંડની જાહેરાત

– ખેડૂતોને ખેતી માટે વિશેષ ફંડ

– પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં વધારો

– આત્મનિર્ભર ભારતને અપાશે પ્રોત્સાહન

– અમૃતકાળનું પહેલું બજેટ

– આ બજેટમાં સાત પ્રાથમિકતાઓ

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?