આજરોજ તીર્થ સખી સંઘ દ્વારા સંચાલિત સિલાઈ તાલીમ કેન્દ્ર ના તાલીમાર્થી બહેનો માટે નહાર ગામે સર્ટિફિકેટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો . પીઆઇ ફાઉન્ડેશન ના આર્થિક સહયોગ થી જંબુસર ના 58 ગામોમાં કેર ઈન્ડિયા સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ નો પ્રોજ્ક્ત એપ્રિલ 2017 થી ચાલી રહ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત 3400 જેટલા બહીનો 300 મંડળો , 6 ક્લસ્ટર લેવલ ફેડેરેશન અને 1 બ્લોક લેવલ ફેડરેશાન માં જોડયેલી છે . આવા જ એક ક્લસ્ટર લેવલ ફેડેરેશન તીર્થ સખી સંઘ દ્વારા બહેનો ને પોતાના ગામ માં જ સિલાઈ ની તાલીમ મળી રહે તેવા હેતુથી સિલઈ તાલીમ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે અને વિવિધ ગામોમાં તાલીમ નું આયોજન થાય છે. નહાર ગામ માં છેલા 3 મહિના થી 21 બહેનો ને સિલાઈ ની તાલીમ આપવામાં આવી હતી અને કોર્સ પૂર્ણ થયે આ બહેનો ને તીર્થ સખી સંઘ દ્વારા નહાર ગામ ના સરપંચ શ્રી અને પંચાયત ના સભ્યો ને હાથે સર્ટિફિકેટ વિતરણ કરાયું હતું . આ સથે જ તીર્થ સખી સંઘ દ્વારા નહાર ગ્રામ પંચાયત ને એક પંખો ભેટ સ્વરૂપે સંઘ ના પ્રમુખ રમીલાબેન અને મંત્રી લક્ષ્મીબેન ના હાથે આપવામાં આવ્યો હતો . કાર્યક્રમ નું સફળ સંચાલન લક્ષ્મીબેન પરમાર કે જે સિલઈ તાલીમ કેન્દ્ર ના ટ્રેનર પણ છે તેમના દ્વારા કરાયું હતું .