Home » समाचार » લવ જેહાદ નો ક્રમશ: સિલસિલો

લવ જેહાદ નો ક્રમશ: સિલસિલો

૧૯૯૦ના દાયકા સુધી લવ જિહાદ ખાસ નહોતી. આનું કારણ શું? ૧૯૯૬ આસપાસ સિમીએ આની યોજના ઘડી. પરંતુ તેની યોજના સફળ કેમ થઈ?

આનાં કારણો મેં મારા લેખોમાં અગાઉ ચર્ચ્યા છે. પણ કેટલાંક અન્ય કારણો.

કારણ ૧. સંયુક્ત પરિવાર ન રહ્યા.

કારણ ૨. ૧૯૯૦ના દાયકા સુધી હિન્દુ સ્ત્રી આટલી હદે કહેવાતી આધુનિક નહોતી. (દૂરદર્શનની સિરિયલો જોઈ લેવી.) ધર્મમાં-રીતરિવાજો-વ્રતમાં માનતી હતી.

કારણ ૩. સમાજ પર નિર્ભરતા હતી. ઘર બદલવું હોય તો સગા/મિત્રો/પડોશી ઉપયોગી થતા. ઓચિંતુ ક્યાંક જવાનું થાય તો બાળકોને પડોશીના ભરોસે મૂકીને જઈ શકાતું હતું. ક્રમશ: સગા અને પડોશી સાથે સંબંધો ઘટતા ગયા. લગ્ન, મરણ વગેરે પ્રસંગોમાં સગાની જરૂર ન રહી.

કારણ ૪. ફિલ્મો-ટીવીનો પ્રભાવ. ‘દિલ સે’નું ‘સતરંગી રે’ ગીત જોજો. લવ જિહાદનાં સ્ટેપ બતાવાયાં હોય તેવા શબ્દો છે. પહેલાં ઈશ્ક, પછી ઉંસ, પછી સજદા, પછી જુનૂન, પછી ફિદાયીન જેવું મૃત્યુ. બધાં પાત્રો હિન્દુ છતાં ઇસ્લામી પારિભાષિક શબ્દાવલિ. ‘છૈયાં છૈયાં’ ગીતમાં ‘કલમા’, ‘આયાત’, ‘ઉર્દૂ’ આવે છે. એકતા કપૂરની સિરિયલોમાં હિન્દુ ઘરોમાં ઝઘડા બતાવ્યા. સાસુનો ત્રાસ બતાવ્યો. પરંપરા બોજરૂપ બતાવી. એટલે ધીમેધીમે હિન્દુ યુવતી એરેન્જ્ડ મેરેજના બદલે પ્રેમ લગ્ન તરફ ઢળતી ગઈ. મહેશ ભટ્ટે ‘દિલ હૈ કિ માનતા નહીં’માં પોતાની જ દીકરીને લગ્ન મંડપેથી ભાગી જવા કહેતો બાપ દેખાડ્યો. એકતા કપૂરે ‘હમ પાંચ’ જેવી કૉમેડી સિરિયલમાં મા-બાપ તો ભાજીમૂળાં જેવાં દેખાડ્યાં. સંતાનો પિતાનું અપમાન કરે તે કૉમેડીમાં ખપે.

(જયવંત પંડ્યા)

કારણ ૫. બુદ્ધુજીવી કૉલમિસ્ટો. તેમણે નારીવાદી લેખો ઘસડી-ઘસડી નારીના વિકૃત રૂપ (પુરુષ સિગરેટ પી શકે તો સ્ત્રી કેમ નહીં?) ને ઉત્તેજન આપ્યું. વસંત ૠતુ આવે, નવરાત્રિ આવે, વેલેન્ટાઇન્સ ડે ત્યારે સ્ટિરિયોટાઈપ સેક્સના ગલગલિયા થાય તેવા લેખો બેચાર હિન્દુ ગ્રંથો ‘કુમારસંભવ’, ‘શાંકુતલ’, ખજૂરાહોના આધારે લખે રાખ્યા. એમાં ‘લજ્જા’ જેવી કોઈ ફિલ્મ આવી જાય તો ઓર મોકો મળી જાય.

કારણ ૬. ચોમેર વાસના ભડકે તેવું વાતાવરણ. છાપું લો, ટીવી ચેનલ ખોલો (આ વાત ‘ગોલમાલ ૨’માં સરસ બતાવાઈ છે.), વેબસાઇટ ખોલો, બધે જ સૉફ્ટ પૉર્ન પ્રકારની સામગ્રી. અંદાજે ઈ. સ. ૨૦૦૦ પહેલાં ફિલ્મના સમાચાર રવિવારે સાપ્તાહિક કોલમમાં જ આવતા. તે પછી આખું પાનું ફાળવાવા લાગ્યું. વિદેશનાય અજબગજબના સમાચારના નામે સેક્સના સમાચારો પીરસાવા લાગ્યા. ‘બિગ બૉસ’ જેવા શૉ, મહેશ ભટ્ટ અને એકતા કપૂરે સન્ની લિયોની જેવી પૉર્ન એક્ટ્રેસને સામાન્ય (નૉર્મલ) અથવા થોડી અતિશયોક્તિ સાથે, આદર્શ સ્ત્રી તરીકે સ્થાપિત તેમની ફિલ્મો દ્વારા કરી.

કારણ ૭. બ્યુટી કૉન્ટેસ્ટ. ૯૦ના દાયકાથી ઉદારીકરણ શરૂ થયું હતું તેથી સૌંદર્ય પ્રસાધનોની કંપનીઓ, સાબુ, શેમ્પૂ વેચતી બહુરાષ્ટ્રીય કંપનીઓને બજાર મળે તે માટે મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ આયોજનપૂર્વક બનાવાઈ. તે પછી તમે જુઓ. પહેલાં સ્ત્રી લગ્ન જેવા કોઈ ખાસ પ્રસંગે જ લિપસ્ટિક કરતી. વાળ ખુલ્લા રાખતી. આજે એ રોજ કરવું કૉમન થઈ ગયું છે. આમાંય વાંધો નથી, પણ અગાઉ કહ્યું તેમ ધર્મ તો ભૂલાતો જ ગયો. મહિલાઓની પૂર્તિ હોય કે એ સિવાયની પૂર્તિ, પશ્ચિમની સંસ્કૃતિના દૃષ્ટિકોણવાળા અનુવાદિયા લેખો જ છપાવા લાગ્યા. એક પછી એક ‘ડે’ અને પશ્ચિમની ઉપભોગવાળી સંસ્કૃતિ હિન્દુઓના મનમાં ઘૂસાડી દેવાઈ. ખાઓ પીઓ, જલસા કરો. કાલ કોણે જોઈ છે આ પ્રકારના વિચારો લોકોમાં ઘર કરતા જ ગયા.

કારણ ૮. ધર્મ ચુસ્ત પાળવો તેનું ગૌરવ નહીં, ધર્મ સગવડિયો પાળવો તેનું ગૌરવ લેવાવા લાગ્યું. અમારામાં તો મંદિરે ન જઈએ, ભગવાનને પગે લાગવું ફરજિયાત નથી અમે તો માનવ ધર્મમાં માનીએ. મંદિરે પણ ટીશર્ટ, બરમુડા જેવાં ગમે તેવાં કપડાંમાં જતાં થઈ ગયા. તીર્થોમાં જવું એ પણ પિકનિક બની ગયું. સબરીમાલા અને તે પહેલાં શનિ-શિંગણાપુર આંદોલન થયાં. નીતિનિયમો છોડાતા ગયા. સાથે બેસી છાના ખૂણે દારૂ પીવાતો ગયો. આથી પિતા-પુત્ર અને મા-દીકરી વચ્ચે મર્યાદા રહેવી જોઈએ તે ન રહી. અમારે તો બાપ-દીકરા વચ્ચે મિત્રતા. કોઈ દિવસ ન હોવી જોઈએ. બાપ બાપ જ હોય. એ મિત્ર બને તો મર્યાદા જ ન રહે. કૉર્ટ એક પછી એક હિન્દુ ધર્મની બાબતોમાં આદેશ આપતી ગઈ.

કારણ ૯. સૉશિયલ મિડિયાએ સંતાનોને વધુ ઉદ્દંડ બનાવ્યાં. પ્રાઇવસી આપી દીધી. ટિકટૉક, ફેસબુક, યુટ્યૂબે મોટા ભાગની હિન્દુ યુવતીઑને અને આધેડ સ્ત્રીઓને ગણિક્ની જેમ અંગપ્રદર્શન કરી નાચીને રીલ, શૉર્ટ બનાવતી કરી દીધી.

કારણ ૧૦. ટીવી મિડિયા અને બુદ્ધુજીવીઓએ હિન્દુ યુવતીઓને મૉડર્નિઝમના નામે ‘આમ જ શું કામ’, ‘આમ કેમ ન થાય?’ એવું પૂછતી કરી દીધી. ખાપ કે કોઈ સભ્યતામાં માનનારા કપડાં અંગે કંઈ કહે તો રીતસર તૂટી પડે. તમે કહેનારા કોણ? તો પછી હવે તમે ફસાવ તો અમે બચાવનારા કોણ? તેમ પણ કહેવું જોઈએ ને. બીજી બાજુ, હિજાબ, બુરખા, વગેરનું માન જળવાય તેવી વાતો.

કારણ ૧૧. લગ્ન પહેલાં કે બાદમાં શારીરિક સંબંધોનો છોછ ન રહ્યો. એક સમયે હિન્દુ યુવતીઓ માટે શીલ સૌથી મોટી બાબત હતી, જેને જાળવવા તે જૌહર કરતી હતી પણ પછી ચારિત્ર્ય અને શીલનું એવું મહત્ત્વ ન રહ્યું. ખભા ઉલાળીને ‘સૉ વૉટ’, ‘પુરુષો લફરાં કરી શકે તો સ્ત્રીઓ કેમ નહીં’ તેવું કહેતાં થઈ ગઈ. તેનાં કારણો ઉપર બતાવ્યાં તે તો ખરાં જ પણ ૨૦૦૦ પછી ‘મર્ડર’, ‘હવસ’, ‘જુલી’, ‘ગર્લફ્રેન્ડ’, ‘જિસ્મ’, ‘રાઝ’ જેવી ફિલ્મો, ‘બિગ બૉસ’, ‘ઇસ જંગલ સે મુઝે બચાઓ’ જેવા રિયાલિટી શૉની ભરમાર થઈ. રાખી સાવંત, પાકિસ્તાની વીણા મલિક, સંભાવના શેઠ, કાશ્મીરા શાહ, મલ્લિકા શેરાવત, મલાઇકા અરોડા, નેહા ધૂપિયા, ઉર્ફી જાવેદ જેવી ફાલતુ કલાકારોના વિવાદો, ઉદ્દંડતા અને દિન-પ્રતિદિન વધુ ને વધુ નિમ્ન સ્તરે જવાની ચેષ્ટા જ મિડિયા આપવા લાગ્યું. સુપ્રીમ કૉર્ટે વ્યભિચારનો કાયદો રદ્દ કર્યો.

કારણ ૧૨. ઝાકિર નાઇકની આકરામાં આકરી ટીકા છતાંય એક વાત તો કહેવી પડે કે ભલે ખોટા તો ખોટા, પણ તર્કથી તેણે ઇસ્લામની વાત મૂકી. અમુક અપવાદોને બાદ કરતાં હિન્દુ સાધુસંતો એમાં કાચા પડ્યા. સાધુસંતોના બદલે કથાકારોએ સંતોનું સ્થાન લેવા માંડ્યું. પૂજનીય શંકરાચાર્યો તેમની ભૂમિકા ભૂલ્યા. સંવાદ કરતાં તેમણે સાંઈ બાબામાં ન મનાય જેવા વિવાદો વધુ કર્યા. કથાકારોએ રાસલીલાના નામે સ્ત્રીઓને નચાવી. સત્ય, પ્રેમ, કરુણાના રૂપાળા ઓઠા હેઠળ ‘અસ્મિતા’ ભૂલાવી દીધી. કથાકારોએ અલી મૌલા કરવા લાગ્યું. અઝાનના સમયે કથા બંધ કરી દેવા લાગ્યા.

કારણ ૧૩. હિન્દુ કુટુંબોમાં સમસ્યા થાય તો કોનું માર્ગદર્શન લે? દાદા ભગવાનવાળાં નીરુમા અને દીપક દેસાઈ લૉજિકલી હિન્દુઓની સમસ્યાઓનું માર્ગદર્શન પ્રેક્ટિકલી સાથે તાત્ત્વિક રીતે કરે છે. પરંતુ તેમની ટિપ્સ જેમને ગળે ઉતરે તેને ઉતરે. સ્વામિનારાયણમાં પણ સભાઓમાં આવા પ્રશ્નોનું સમાધાન થતું હોવાનું સાંભળ્યું છે. જૈન સાધુ-સાધ્વી ઘરે-ઘરે જાય છે. ઉપાશ્રયમાં સમસ્યાઓનાં સમાધાન આપે છે. આ સિવાયના હિન્દુ લોકો માટે કોઈ રસ્તો ન રહ્યો. પહેલાં તો ઘરના કોઈ વડીલ જ સમાધાન લાવતા પણ હવે મધ્યમ કે નવી પેઢીમાં એટલી ઉદ્દંડાઈ ભરાવી દેવામાં આવી કે વડીલની વાત સંભળાતી બંધ થઈ ગઈ. વડીલોને ભીષ્મની જેમ ચૂપચાપ જોયા કરવાનું. પૌત્ર કે પૌત્રી કેટલા વાગે જાય છે તે પૂછે તો વડચકામાં ઉત્તર મળે. એટલે પૂછવાનું બંધ થયું. ભૌતિક આકાંક્ષાઓ અને આર્થિક સ્વતંત્ર થવાની લ્હાયમાં પતિ-પત્ની બેયને નોકરી કરતાં કરી દીધાં એટલે બાળ ઉછેર પર ધ્યાન અપાવું જોઈએ તેવું ન અપાયું. બાળક કે બાળકી પહેલાં ટીવી ભરોસે, તેમના શાળાના મિત્રોના ભરોસે અને પછી સ્માર્ટ ફૉન ભરોસે મોટા થવાં લાગ્યાં.

મૉટિવેશનલ સ્પીકર આવ્યા પણ તેમની વાત ગળે ઉતરે તેવી નહોતી કારણકે ગોળ છોડવાની સલાહ પહેલાં પોતે ગોળ ખાવાનું બંધ કરવું પડે. જેણે વજન ઘટાડ્યું હોય તે વજન ઉતારવાની સલાહ આપી શકે. સુખી પારિવારિક જીવન જીવતા હોય તે પોતાના દાખલા સાથે પરિવારની સમસ્યાઓની સલાહ આપી શકે.

આ બધા પછી ટીનેજર ભણવા બહારગામ જાય ત્યારે ગાંધીજીને જેમ તેમની માતાએ નૈતિકતાનાં બંધનોમાં બાંધ્યાં હતાં તેવાં બંધનો ન રહ્યાં. ઉલટું, બહારગામ જાય તો વધુ છૂટ મળી જાય. વધુ આછકલાઈ આવે. વર્ષમાં માત્ર એક વાર વેલેન્ટાઇન્સ ડેના દિવસે અભદ્રતા કરતાં યુગલોને ટપારતાં બજરંગ દળ જેવાં સંગઠનોને મિડિયા, સિરિયલો, ફિલ્મો અને બુદ્ધુજીવી કૉલમિસ્ટોએ પ્રેમના દુશ્મન ચિતરી દીધાં. એ પ્રેમના નહીં, વ્યભિચારના દુશ્મન છે. તેઓ સમાજ વચ્ચે કામ કરતા હોવાથી આ બધાંનાં પરિણામ જાણે છે. તેથી ચેતવે છે. હા, તેમને તર્કથી વાત કરતા નથી આવડતું. ઘણાં ષડયંત્રો થતાં જોતાં હોવાથી આક્રોશિત થઈ જાય છે. પરંતુ આ કરતાં, હિન્દુ સંગઠનોએ જુદો રસ્તો અપનાવવાની આવશ્યકતા છે. તેમણે રામ મંદિર, વેલેન્ટાઇન્સ ડેનો વિરોધ, પશ્ચિમી સંસ્કૃતિનો વિરોધ..આમ બધાના વિરોધની જ પ્રવૃત્તિ વધુ કરી. ઉકેલનું ન વિચાર્યું. કુટુંબનો સંપર્ક કર્યો પણ રામમંદિર માટે નિધિ એકત્ર કરવા. કુટુંબોના નિયમિત સંપર્ક રાખી તેમની આર્થિક, સામાજિક, ચિકિત્સકીય, શૈક્ષણિક સમસ્યાઓનો ઉકેલ પૂરો ન પાડ્યો.

ટીનેજરો પરીક્ષા અને સંબંધોના ટેન્શનમાં દારૂ, સિગરેટ, ડ્રગ્સના રવાડે ચડવા લાગ્યા. સારાં પુસ્તકોનું વાંચન તો આમેય બંધ હતું. જાય તો ક્યાં જાય? આમાં કોઈ આસીફા કે આસીફ મળી જાય, ઝાકિર નાઇકની સીડી કે યુટયૂબ વિડિયો બતાવે એટલે ગરમ લોઢા પર ફાઇનલ હથોડો વાગી જાય.

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?