* ઝાડેશ્વર ચોકડીથી તવરા, શુક્લતીર્થ, ઝણોર તરફના ભાજપ ની મહત્વની ૧૯૯૫ થી વોટબેંક વાળા ગામડાઓના મહત્વના પ્રશ્નોને વાચા આપવામાં ચુંટાયેલા નેતાઓ અને જવાબદાર અધિકારીઓની રહસ્યમય ભૂંડી ભૂમિકા…??
* મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સ્વાગત કાર્યક્રમમાં અધિકારીઓને જનતાના પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ સુચારુ ઉકેલ મળે તેવું સાર્વજનિક સ્તરે ભલે કહે
.?? તેમજ મોદીજી તેમની **મન કી બાત** માં કાર્યકરો, તેમજ ચુંટાયેલા જન પ્રતિનિધીઓને, અધિકારીઓને શીખ આપે પરંતુ સ્થાનિક જિલ્લા અને તાલુકા, ગ્રામ્ય સ્તરે વાસ્તવિકતા કંઈક અલગ છે..??
* ચુંટણી ટાંણે અપાયેલાં અભય વચનો સાચા અર્થમાં “કોણીએ ગોળ” ચટાડતા હોવાની ભાજપ ની વોટબેંક ને થયેલી અનુભૂતિ…??
ઝાડેશ્વર ચોકડીથી પૂર્વ પટ્ટી તરફના નાગરિકો છેલ્લા ૧૫ વર્ષથી રસ્તા બાબતે મતદારો જાણે કે.. મતનું દાન કર્યા પછી સત્તાધારીઓ માટે જાણે કે બિલકુલ “સસ્તા” બની ગયા હોવાનો ડગલે ને પગલે અનુભવ થઈ રહ્યો છે ત્યારે હાલ વરસાદી માહોલ વચ્ચે અતિ ગંભીર પ્રશ્ન એ છે… ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધી નાગરિકોને પસાર થવામાં જે મુશ્કેલી પડી રહી છે તેવી મુશ્કેલીઓ મોટા મોટા શહેરોમાં વસતા લોકોને નહિ પડતી હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.
પ્રશાસન જાણે કે તદ્દન નિષ્ઠુર બનીને આ તરફના નાગરિકોને નર્કાગારમાં સબડાવી એરકન્ડીશન ઓફિસમાં બેસીને **યમરાજ**ની જેમ પીડાઈ રહેલા લોકોના જીવ સાથે રમત ની અનુભૂતિ કરી રહ્યાની નાગરિકોને ઘણાં સમયથી આક્રોશ લાગણી થઈ રહી છે.
એક તરફ બિલ્ડરો થકી રહેણાંક સોસાયટીઓ, ફ્લેટ્સ, હાઈ રાઇઝ બિલ્ડિંગો, શોપિંગ સેન્ટર જેવા વિકાસના વધામણાં લેવાઈ રહ્યા છે અને બીજી તરફ સરકારી તંત્ર માટે જાણે કે… બિન અધિકૃત એ અધિકૃત વ્યાખ્યા પોતાની મનસ્વિતા મુજબ કાયદો..કાનૂન કે વ્યવસ્થા કરવામાં આવતી હોય ત્યારે ચુંટાયેલા પ્રતિનિધિઓ પણ મૂક પ્રેક્ષક બની જનતાની સમસ્યાઓ ખરેખર સામૂહિક રીતે સ્થળ સ્થિતિનો જાત અનુભવ કરી હલ કરવાના બદલે માત્ર ટેલીફોનીક નિર્દેશો કરે તે કેટલું વ્યાજબી…??
જે રીતે ટી.પી. પ્લાનિંગ સમયે કપાતમાં જતી ખેડૂતોની ૪૦ % જમીનના પ્રશ્ન બાબતે જાગૃત નાગરિકોએ સામૂહિક રીતે એક જૂટ બની તંત્રના કાન આમળ્યા હતા અને જિલ્લા સમાહર્તાએ પ્રજાના ખાસ કરીને ખેડૂતોની વાત ને સાંભળવા મજબૂર થવું પડ્યું હતું તેવું વર્તમાન સ્થતિમાં પ્રશાસન ની પ્રજાને ત્રાસ આપવાની બાબતે જન જાગૃતિ લાવવામાં કેમ કોઈ નેતૃત્વ લેવામાં આવતું નથી ….??તેવા સવાલો ઉભા થાય તે પણ સ્વાભાવિક છે…??
“સૌનો સાથ અને સૌનો વિકાસ” ના સૂત્રને સાકાર કરવામાં ભલે નેતાઓ અને અધિકારીઓ કાયદો અને વ્યવસ્થા નેવે મૂકે.. પરંતુ કોઈના ઘરનો મોભ, કોઈ બહેન દીકરીનો સુહાગ આ બિસ્માર રસ્તા પર અતાંત્રિક વહીવટી અનિયમિતતા, વ્યસ્થાના પાપે અકાળે માર્ગ અકસ્માતોમાં નિર્દોષ માનવ **બલી** ચઢાવાતી હોય ત્યારે તાંત્રિક અધિકારીઓ તેમજ *લોલીપોપુ* નેતાઓ સામે ખદબદતા ભ્રષ્ટાચાર ની આશંકા નાગરિકો વ્યકત કરે તે પણ વાસ્તવિક છે ને…!!
અનેકોવાર ઝાડેશ્વર ચોકડીથી તવરા..તીર્થ સ્થાનકો એવા શુક્લતીર્થ…કબીરવડ….
અંગારેશ્વર ના રસ્તા બાબતે સત્તાધારી પક્ષના નેતાઓ તેમજ અધિકારીઓ સમક્ષ પણ લેખિત મૌખિક ટેલીફોનીક અને અખબારી માધ્યમથી જાણ કરવામાં આવેલી છે, તેમ છતાં કોઈ બુદ્ધિગમ્ય ઉકેલ કોઈ પાસે નથી એ કેવું ..?
# ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભલે લોકોના પ્રશ્ન બાબતે ઓન લાઇન પોતાના સ્વાગત કાર્યક્રમમાં પોતાની સંવેદના વ્યક્ત કરી વિવેક બુદ્ધિપૂર્વક અધિકારીઓને જનતાના પ્રશ્નો ઉકેલવમાં જાહેરમાં વ્યક્ત કરી હોય તેમજ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પોતાની “મન કી બાત” ના એપિસોડમાં તેમના કાર્યકરો તેમજ ચુંટાયેલા પ્રતિનિધિઓને અને સરકારી અધિકારીઓને જનતાના પ્રશ્નોને વાચા આપવા પોતાની વાણીમાં સંવેદના વ્યક્ત કરતા હોય, પરંતુ સ્થાનિક સ્તરે વાસ્તવિકતા કઈ જુદી છે..?
ઘણા સમયથી એટલે કે છેલ્લા ૧૫ વર્ષના લાંબા સમયથી ઝાડેશ્વર ચોકડી થી કહેવતો પૂર્વ પટ્ટી કે જે સત્તાધારી પક્ષ માટે ભાજપ નો ગઢ અપૂર્વ પટ્ટીનો મજબૂત વોટબેંક ગણાતો વિસ્તાર છે તે ભાજપિયા ગઢ પ્રત્યે જ ચુંટાયેલા પ્રતિનિધિઓમાં નથી કોઈ સંવેદના કે નથી અધિકારીઓમાં કોઈ નક્કર ઉકેલ કે પ્રશ્ન ઉકેલવાની ઈચ્છાશક્તિ કે હામ નથી..?
ખોબલે ખોબલે વોટ આપ્યા પછી પણ આ ભાજાપિયા અપૂર્વ પટ્ટીના નાગરિકોની કોઈ છાતી ઠકીને કહેવાની હિંમત નથી કે.. **અમારી સરકાર છે** એવી “વટ પાડવા” ની મનોદશા પણ જણાઇ રહી નથી, ત્યારે વિપક્ષ પણ જનતાના પ્રશ્નો ને ઉજાગર કરવામાં પોતાની નૈતિક જવાબદારી નિભાવવામાં ઉણા ઉતર્યા હોવાની લાગણી નાગરિકોમાં વ્યક્ત થઈ રહી છે.
સત્તાધારીઓ પ્રજા વચ્ચે રહીને પણ પ્રશ્નો યથાવત રાખવામાં જબરા મસ્ત..?? તો બીજી તરફ વિપક્ષો ને ધોળે દહાડે બિસ્માર રસ્તો, કાયદો અને વ્યવસ્થા અને વહીવટી તંત્ર ની અપારદર્શિતાના સવાલો નો તાગ મેળવી જનતા સમક્ષ જવાની ઈચ્છા શક્તિ પણ કેમ નથી.. ?
“મતનું દાન” તો સત્તાધારી અને સત્તામાં નથી તેવા બંનેને ઓછે વત્તે અંશે મતદારોએ કર્યું છે ત્યારે આ દાનના બદલામાં મતદારોને આવો અપારદર્શિતાનો હેરાન પરેશાન થવાનો *પારિતોષિક* મળશે એવું ક્યારેય પણ વિચાર્યું નહીં હોય..! તે આમ જનતામાં ચર્ચાતો પ્રશ્ન છે.
બોક્સ
ભરૂચ શુક્લતીર્થ ઝનોર – ૧૬૪ રાજ્ય ધોરી માર્ગ તદ્દન બિસ્માર તો ખરો, પરંતુ ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધી બંને તરફની આસપાસમાં બાંધકામનું રો અને સ્ક્રેપ મટીરીયલ ના ઢગલા, રેતીના ઢગલા, કચરાના ઢગલાં થી કુદરતી કાસ નું બિન અધિકૃત રીતે પુરાણ થયેલું હોય, વરસાદી પાણીનો નિકાલ નહી થતાં વરસાદ દરમિયાન ઘૂંટણ સમા પાણી ભરાતા રહે છે પરિણામે વાહનચાલકોએ હેરાન પરેશાન થવું પડે છે એક દિવસના આંતરે વાહન અકસ્માત પણ થતા રહે છે…ત્યારે બિલ્ડરો પાસેથી આર્થિક તેમજ તેમની યાંત્રિક મશીનરીઓ દ્વારા સહયોગ મેળવી પ્રશાસન અનધિકૃત રીતે પુરાણ કરાયેલ કાંસને યથાવત કરવામાં ઉકેલ કેમ મેળવતો નથી..? આ રાજ્યધોરી માર્ગ એ રાજ્ય ધોરી માર્ગ ના ધારાધોરણ કે તેની વ્યાખ્યામાં આવી શકે..? આજીવન કે સરકાર ના વાહન વ્યવહાર વિભાગ તરફથી વાહન માલિકો પાસેથી જે એડવાસ વેરા વસૂલાત લેવાય છે તો ટકાટક માર્ગ સગવડ આપવામાં ઉપેક્ષા કેમ..? માત્ર વેરાઓ ઉઘરાવવામાં મસ્ત તંત્ર સગવડો ઉપલબ્ધ કરાવવામાં નિષ્ક્રિય કેમ..? માર્ગ સલામતિ ની ઉજવણી માત્ર ફોટો સેશન ન બની રહેતાં સાચા અર્થમાં વાચા મળવાની આશા મતદારો માટે ક્યારે ફળીભૂત બનશે…?