#મણિપુર ની એક ૩૦ વર્ષ જૂની ઘટના છે
૧૯૯૪ માં કૂકી સમૂહ અને નાગા સમૂહ વચ્ચે સંઘર્ષ ચાલતો હતો.
હાલ છે એવો જ માહોલ ત્યારે હતો.
એ વખતે આર્મીની ૮ ગાર્ડ્સ (બ્રિગેડ ઓફ ગાર્ડ) ના સૈનિકો તેમેનગ્લોંગ જિલ્લામાં તૈનાત હતા.
નાગા લોકોનું એક આતંકવાદી સંગઠન હતું અને એમની એક ગામમાં આર્મી જોડે અથડામણ ચાલતી હતી. આર્મીએ કેટલાક હથિયારધારી આતંકવાદીઓને ઠોકી દીધા એટલે બીજા આતંકવાદીઓએ સરેન્ડર કરી દીધું.
એ ઓપરેશનમાં બે બાળકો અને આર્મીના એક ઓફિસર ઘાયલ થયા હતા.
આર્મીનું હેલિકોપ્ટર પેલા ગંભીર રીતે ઘાયલ ઓફિસરને રેસ્ક્યુ કરવા આવ્યું.
પણ એમણે ગોળી વાગ્યા પછી પણ એમના બદલે પહેલા પેલા બે બાળકોને એર લિફ્ટ કરી બચાવવાનો આગ્રહ રાખ્યો
એ પોતે ગંભીર હાલતમાં હતા છત્તા એમણે પેલા હથિયારધારી લોકોના બાળકોને બચાવ્યા
બન્ને બાળકો બચી ગયા અને પેલા ઓફિસર પણ બચી ગયા
એ બાળકના લગ્નમાં પેલા ઓફિસરને ખાસ બોલાવ્યા હતા.
હાલ એ ઓફિસર નિવૃત્ત છે
આવી ઢગલો ઘટનાઓ છે કે જેના પછી આ બધા હિંસક સંઘર્ષો ઓછા કરવામાં મદદ મળી છે અને યુવાનોને આર્મી એમની દુશ્મન નઈ પણ મિત્ર છે એવું સમજતા થયા છે.
દાયકાઓ લાગે છે આર્મીને સ્થાનિકો જોડે ગુડ વીલ બનાવતા.
એક જ ખોટો નિર્ણય બધું જ ધૂળ ધાણી કરી દે
હાલ મણિપુરમાં બન્ને પક્ષે મહિલાઓ તોફાનીઓની ઢાલ બની રહી છે.
તોફાન શરૂ થવાનું હોય એની પહેલા આર્મીની મૂવમેન્ટ બ્લોક કરવી, રસ્તામાં સૂઈ જવું, સેનાને રોકવા જરૂર પડે તો વિના સંકોચે કપડાં ઉતારી દેવા આ એ મહિલાઓનું મુખ્ય કામ છે
એમની પાછળ હિંસક કૃત્યો કરતા પુરુષો હોય
જો મહિલા સુરક્ષા બળો આગળ હોય અને પાછળથી ગોળી આવે અને કોઈ મહિલા સૈનિક ઘાયલ થાય કે મૃત થાય તો ઉહાપોહ મચી જાય અને સેના તથા સરકાર બન્ને પર પ્રશ્નો ઉભા થાય
ટિયર ગેસના સેલની અસરો ઘટાડવા માટે એમની પાસે માટી અને ડિટર્જન્ટ રેડી સ્ટોકમાં હોય છે.
જો પુરુષ સૈનિકોની કાર્યવાહીમાં કોઈ મહિલાને કઈ થાય તો તોફાનીઓ જ પીડિત બની જાય
સેના દ્વારા કાર્યવાહીમાં મહિલાનું એક મોત સેનાને અને સરકારને બેક ફૂટ પર લાવી દે અને તોફાનીના પરિવારમા ભવિષ્યના બે થી ત્રણ આતંકવાદી બનાવી દે
સેના કાર્યવાહી કરે જ છે પણ અસરો અને પરિણામ તાત્કાલિક નથી મળતા એ હકીકત છે અને સેનાના લીધે જ તોફાનો અટક્યા છે તે પણ હકીકત છે
સોશિયલ મીડિયામાં ઉપાયો સૂચવવા અને ટીકા કરવી ખુબ સરળ છે પણ જેને કાર્યવાહી કરવાની હોય એણે ફક્ત વર્તમાનનું જોઈ નહિ પણ ભવિષ્યનું પણ વિચારવું પડે છે.
Deep Patelji દ્વારા