હાલમાં જ અંગારેશ્વર ગામે નર્મદાના જીવંત પ્રવાહમાંથી રેતી ખનન કરાઈ રહી હોવાની જાણકારી મળતા સ્થાનિક જીલ્લા ખનિજ કચેરીને ઊંઘતી ઝડપી પાડી હતી અને ગાંધીનગરની ફલાઇંગ સ્કવોડ દ્વારા બે કરોડ ઉપરાંતના રેતી ખનીજ ચોરી અને યાંત્રિક સામગ્રી અને વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા ત્યારે ચોમાસું હોવા છતાં પણ શુક્લતીર્થ ગામે ગેરકાયદેસર રીતે બેફામ રેતીનું ખનન થઇ રહ્યું છે…? તો જિલ્લાનું ખાણ ખનીજ અને વહીવટી તંત્ર ઊંઘતું હોય કે પછી સ્થાનિક ખનીજ માફિયાઓને રેતી ખોતરવાની રહેમરાહે છૂટ આપી હોવાનું જણાય છે.
ગ્રામ પંચાયતના સભ્ય પરેશ પટેલે આ બાબતે ગંભીરતાપૂર્વક અને ગામના સાર્વજનિક હિતમાં ગ્રામ પંચાયત સત્તાવાળાઓને તલાટીને લેખિત રજૂઆત તેમજ ગ્રામ પંચાયતમાં ઠરાવ કર્યો હોવા છતાં પણ તાકીદના કોઈ પગલાં લેવામાં આવતા નથી. સ્થાનિક ટ્રેકટરો દ્વારા રોયલ્ટી પાસ વગરના રેતી ખનન શુકલતીર્થ ગામના રામજી મંદિરના ઓવારા વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે હાલમાં ચોમાસું હોવા છતાં રેતી ખનન કરવામાં આવી રહ્યું છે..? જે રેતીની લીઝની શરતોનો સરેઆમ ભંગ કરાઈ રહ્યો છે. રસ્તા પરથી પાણી દદડતી વાહનો, ટ્રેકટરો બેફામ રીતે રેત માફિયાઓને રેતી ખનન કરી અનધિકૃત જગ્યામાં સ્ટોક કરી રહ્યા છે, ત્યારે ભરૂચ ખાણ ખનીજ તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં છે….?
પ્રાપ્ત થતી માહિતી મુજબ શુકલતીર્થ ગામના જ સભ્ય દ્વારા આકસ્મિક નદી કિનારા પર રામજી મંદિરના નદી કિનારાના ઓવારા બાજુ ફરવા જતા આ ગેર કાયદેસર ટ્રેક્ટરોમાં રેતી ભરાતા જોતા તેમને પૂછપરછ કરતાં કોઈ યોગ્ય જવાબ મળ્યો નહતો ત્યારે જે ઇસમ કિશનસિંહ પ્રાન્ક્ડા આ રેતી ખનન કરી સ્ટોક કરાવે છે તેમનો ગ્રામ પંચાયત સભ્ય પરેશ પટેલે ટેલીફોનીક સંપર્ક કરતાં જાણવા મળેલ કે નદીમાં પાણી આવતું હોય હું મારી જમીનમાંથી રેતી ખનન કરું છું તેમ જણાવેલ ત્યારે આ રેતી ખનન ચોમાસમાં અને શરતોના ભંગ કરી કરવામાં ગ્રામ પંચાયત સત્તાવાળાઓ કે ખાણ ખનિજ વિભાગને જાણકારી હશે કે એકમ ..? તે પણ એક સવાલ છે.
અગાઉ પણ ગ્રામ સભામાં અને ગ્રામ પંચાયત મીટીંગમાં પણ ગેર કાયદેસર રેતી ખનન થતું હોવાનું અને ઓવરલોડ ટ્રકો રેતી ખનન કરાતી હોય, જ્યાં રેતીની લીઝ ફાળવી છે તેનાથી નિયમ વિરુધ રેતી ખનન કરવી, નદીમાં ઊંડા ખાડા પડી દેવા ને ડૂબી જવાના ઘટનાઓ પણ બની છે તે બાબતે પણ ઠરાવો કરવામાં અને ગ્રામ સભામાં પણ ટ્રેક્ટરોમાં રેતી ભરી જીપીએસ સિસ્ટમના ઉપયોગ કર્યા વગર ટ્રેક્ટર ટ્રોલીના નંબર વગર કરાતી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે ત્યારે અંગારેશ્વર બાદ હવે શુકલતીર્થ ગામે ગાંધીનગર કે જીલ્લાનું ખાણ ખનિજ વિભાગ ક્યારે પારોઠના પગલાં ભરશે…? તે એક તપાસ અને રોયલ્ટી ચોરી બાબતે નિયંત્રણ કરવા જેવી બાબત છે કે કેમ..?
હાલમાં ચોમાસું હોય રેતીના ભાવો વધુ હોવાથી જે ભાવો મળતા તેનાથી ચાર ઘણા ભાવે રેતી વેચાઈ રહી છે…? રોયલ્ટી વગરની રેતી બાબતે સરકારને આર્થિક નુકશાન કરવામાં આવી રહ્યું છે અને તે કાયદેસર લીઝ ધારક છે કે ગેરકાયદેસર…? તે પણ ખનિજ કચેરી દ્વારા તપાસનો વિષય છે. હાલમાં જ રાજ્યના માઈન્સ વિભાગ દ્વારા ગેર કાયદેસર ખનિજ ખનન બાબતે જી.પી.એસ. બેઝડ વ્હીકલ ટ્રેકિંગ ડીવાઈસ નિયત કરેલી સમય મર્યાદામાં માર્ગદર્શિકા મુજબ ખાણ ખનિજ કમી. ના વિ.ટી.એમ.એસ. એટલે કે વર્ટીકલ ટ્રેકિંગ એન્ડ મોનીટરીંગ સીસ્ટમ પોર્ટલ સાથે જોડવા જણાવેલ છે ત્યારે શુકલતીર્થ ગામેથી હાલમાં ચોમાસા દરમિયાન ખનીજ ખનન કરાતું હોય રેતી ખનન કરી ક્યા લઇ જવાય છે …? અને ક્યા ? સ્ટોક કોણ કરી રહ્યું છે ? તે એક ખનિજ તંત્ર દ્વારા તપાસનો વિષય છે. રેતીનો સ્ટોક કરવા માટે ગારમ પંચાયત કે અન્ય ખાનગી જગ્યામાં ભાડા કરાર સાથે સ્ટોક કરવામાં આવી રહ્યો છે કે કેમ..?
રાજ્યના ખાણ ખનિજ કમી. તેમજ ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા હાલમાં જ જુલાઈ માસમાં એક પરિપત્ર જારી કરીને રાજ્યના તમામ જીલ્લાઓમાં ગેર કાયદેસર ખનન અને સંગ્રહ નિવારણ-૨૦૧૭ ના નિયમ-૪ ના પેટા નિયમ ૬ ની જોગવાઈ મુજબ ઈન્ટીગ્રેટેડ લીઝ મેનેજમેન્ટ સીસ્ટમ પોર્ટલ ઉપર નોંધણી કરાયેલ તમામ વાહનોએ રૂ.૧૦૦૦/- નોંધણી ફી તા.૩૦ મી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં ઓન લાઈન નોંધણી કરાવવાની રહેશે તેવી સૂચનાઓ આપવામાં આવેલ છે,
જી.પી.એસ. બેઝડ વ્હીકલ ટ્રેકિંગ ડીવાઈસ નિયત કરેલી સમય મર્યાદામાં માર્ગદર્શિકા મુજબ ખાણ ખનિજ કમી. ના વિ.ટી.એમ.એસ. એટલે કે વર્ટીકલ ટ્રેકિંગ એન્ડ મોનીટરીંગ સીસ્ટમ પોર્ટલ સાથે જોડવાના રહેશે જેમાં khanij કચેરી દ્વારા અધિકૃત કરેલ સમયાંતરે એમ્પેનલ કરવામાં આવતી એજન્સી અને અધિકૃત કરેલ મોડેલનો ઉપયોગ કરવાનો રહેશે.
ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતા ટ્રેક્ટર / ટ્રોલી માટે સદરહુ સૂચનાઓ લાગુ પડશે નહિ તે સિવાયના ખનિજ વહન સાથે સંકળાયેલા વાહનો માલિકોએ તેમના ટ્રેક્ટર / ટ્રોલી વિ.ટી.એમ.એસ. એટલ કે વર્ટીકલ ટ્રેકિંગ એન્ડ મોનીટરીંગ સીસ્ટમ અંગેની સુચનાઓનો અમલ કરવાનો રહેશે.
રાજ્યમાં ખનિજ ખનન, વહન અને સંગ્રા એટલે કે સ્ટોક સાથે સંકળાયેલા તમામ વાહનો માલિકો, વાહન, વે-બ્રીજ ધારકો, માઈન્સ ડેવલપમેન્ટ ઓપરેટર, યાંત્રિક મશીનરીઓ ના માલિકો અને ધંધાર્થીઓ, ટ્રેડર્સ પણ ઈન્ટીગ્રેટેડ લીઝ મેનેજમેન્ટ સીસ્ટમ પોર્ટલ ઉપર નોંધણી કરાવવા ફરજીયાત સૂચનાઓનું પાલન કરવાનું રહેશે તેમ જણાવેલ છે.
૩૦-૦૯-૨૦૨૩ બાદ જી.પી.એસ. બેઝડ વ્હીકલ ટ્રેકિંગ ડીવાઈસ વિ.ટી.એમ.એસ. એટલે કે વર્ટીકલ ટ્રેકિંગ એન્ડ મોનીટરીંગ સીસ્ટમ પોર્ટલ ઉપર નોંધણી નહી કરાવેલ હોય તેવા વાહનો , યાંત્રિક મશીનરીઓ જો ખનન, વહન અને સંગ્રહ કે હેરાફેરીમાં ઉપયોગમાં લેવા આવશે તે અમાન્ય ગણાશે અને નિયમાનુસાર કાર્યવાહી કરવા ની તાકીદ પણ કરવામાં આવી છે.