“મોરિયા” કેમ બોલાય છે?
મોરિયા એક કર્ણાટકના સંત હતા. મરાઠી ગ્રંથોમાં ઉલ્લેખ મુજબ આ સંત ગણેશજીના બહુ મોટા ભક્ત હતા અને બાપાએ જાતે તેમને આશીર્વાદ આપ્યા હતા. મોરિયા ગોસાવી શાલિગ્રામ કર્ણાટકના બિડાર ગામમાં 14મી સદીમાં જન્મ્યા હતા. તેમણે આકરુ તપ કરીને ગણપતિ દાદાની આરાધના કરી હતી. એવું મનાય છે કે ગણપતિ દાદાએ મયુરેશ્વરના સ્વરૂપમાં સાક્ષાત મોરિયાને દર્શન આપ્યા હતા. ગણેશજીએ જ્યારે મોરિયાને વરદાન માંગવા કહ્યું ત્યારે તેમને કહ્યું કે તે ગણેશજી મારે આપણી સાથે એક થવા માંગુ છું . આથી તે દિવસથી મોરિયાનું નામ ગણપતિ દાદાના નામ સાથે જોડાઈ ગયું છે.
મોરિયાને સિદ્ધ યોગીરાજે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં જઈને તપશ્ચર્યા કરવા જણાવ્યું હતું. મોરિયાએ 42 દિવસ ઉપવાસ કરીને આદ્યાત્મિક જાગૃતિ કેળવી. સાત પેઢી સુધી મોરિયા વંશના લોકો ગણેશજીના પ્રખર ભક્તો હતો. આ સાતે પેઢીના લખાણો ઉપલબ્ધ છે.” થિયુરમાં આવેલુ ચિંતામણિ મંદિર અષ્ટવિનાયક યાત્રામાંનું એક મંદિર છે. આ યાત્રા સ્થળનું ઉદભવસ્થાન મોરિયા ગોસાવી સાથે સંકળાયેલુ છે.
ગ્રંથોમાં ઉલ્લેખ છે કે મોરિયાએ અમદાવાદના સિદ્ધિવિનાયક મંદિર અને મોરેગાંવના મોરેશ્વર મંદિરમાં પણ તપ કર્યું હતું. મોરિયાને પછી પુણેના ચિંચવાડ જવાનો બોલાવો આવ્યો અને ત્યાં તેણે ગણેશ મંદિર બાંધ્યુ જેની આજની તારીખે ભક્તજનો મુલાકાત લે છે. તેમણે અહીં અન્ન દાનને પ્રોત્સાહન આપ્યું અને ગરીબોના ભોજન માટે રસોડા પણ બનાવ્યા.
પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેકોર્ડ મુજબ મોરિયાએ સંજીવન સમાધિના માધઅયમથી પોતાના જીવનનો ત્યાગ કર્યો. તેમણે પાવન નદિ નજીક 1561માં માગશર મહિનાના છઠ્ઠા દિવસે 186 વર્ષની ઉંમરે જીવ ત્યાગ્યો હતો. તેમના પુત્ર ચિંતામણિએ પાછળથી આ સ્થળે મંદિર બંધાવ્યું હતું. પંડિત વિકાસ નાયક જણાવે છે, “આ પરિવારની અટક ત્યાર પછી શાલિગ્રામના બદલે દેવ થઈ ગઈ. જે લોકો મોરિયાના મંદિરની મુલાકાત લે છે તે મંગલ મૂર્તિ મોરિયાના નારા લગાવે છે. ચિંચવાડમાં તેમના નામે એક રોડ અને મંદિર પણ બનાવવામાં આવ્યું છે.”
હાલમાં જે મંદિર છે તે 456 વર્ષ પહેલા બંધાયેલા પ્રથમ મંદિર કરતા અનેક ગણુ વધારે આધુનિક છે. આ મંદિર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તેમાં ગણેશજીની મૂર્તિ મોરિયા ગોસાવીના મસ્તક પર છે. આ મૂર્તિ બનાવવાની શરૂઆત 27 ઓક્ટોબર 1658માં કરવામાં આવી હતી અને તેનું કામ 13 જૂન 1659 રોજ પૂર્ણ થયું હતું. ચિંચવાડમાં મોરિયા ગોસ્વામીના નામે એક ગાર્ડન પણ છે.
( નોંધ :- અલગ અલગ સ્ત્રોત દ્વારા અને સાધુ સંતો ના પ્રવચન માં થી મળેલી જાણકારી આપણી સાથે શેર કરું છું.મોરિયા સંત નો ફોટો અને પુણે ચીંચવાડ માં જે મંદિર છે એ પણ અહીં શેર કર્યું છે. ????)
આમાંથી કેટલું સરસ સુંદર એક સંદેશ મળે છે હરિ નામ મહિમા નો, આપણા જીવન ના કેન્દ્ર માં જો સાચા હૃદય થી ભરોસા સાથે હરિ નામ હશે તો આપનું નામ પણ ઈશ્વર સાથે જોડાઈ જાય છે. આ જોડાવું એટલે ઈશ્વર સાથે આપણું પણ નામ બોલાય સંત મોરિયા ની જેમ એમ નહિ પણ આમ સ્થૂળ રુપ માં એની અનુભૂતિ થવી, એનું સ્મરણ, આંખો માંથી અશ્રુ આવવા, અંદર આંતરિક બદલાવ થાય પરમ પાયો વિશ્રામ નો અહેસાસ થાય, બસ હરિ નામ સિવાય બીજા કોઈ વ્યસન ની જરૂર પડતી નથી, કેવલ હરિ નામ. આજના સમય માં આપણી પાસે કયા એટલો સમય છે કે આપણે સંત મોરિયા ની જેમ એટલી સાધના અને તપ કરી શકવા ના પણ જે ક્ષણ મળે એમા આપણે હરિ નામ ના મોતી પુરાવી લેવા. હરિ નામ એ રોકડું છે અને પરમ આનંદ ની અનુભૂતિ છે.
ગણપતિ બાપા મોરિયા ???? મંગલ મૂર્તિ મોરિયા ????
સદગુરુ કૃપા કેવલમ.
કુણાલ જોષી.