ભૂતકાળને કોણ સાંભળે ?
ભલે એમ કહેવાતું હોય કે જે પોતાનો ભૂતકાળ ભૂલી જાય છે તેનો નાશ થાય છે….
પરંતુ
ખરેખર કોઈ પોતાના ભૂતકાળ અથવા તો પોતાનો ઇતિહાસ વર્તમાનમાં યાદ રાખે છે ખરા ?
આ વાત આજે એટલે કરવી પડે છે કે સમગ્ર સૃષ્ટિના સંદર્ભમાં નહીં પરંતુ
ભરૂચ જિલ્લાની
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વાત અમે કરી રહ્યા છે
એક તરફ રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ દેશભરમાં ધામધૂમથી ચાલી રહી છે અને સોશિયલ મીડિયા ઉપર રામ જન્મભૂમિના નિમંત્રણ માટેના અક્ષતની તૈયારીઓ અને કુંભની શોભાયાત્રાઓ એ ઠેર ઠેર નીકળી રહી છે
એના વિડીયો દેખાઈ રહ્યા છે
પરંતુ રામ જન્મભૂમિ આંદોલન માટે
જે સંસ્થા નો ઉદય થયો અને વિકાસ થયો એટલું જ નહીં પરંતુ વિશ્વ વ્યાપી સંગઠન બનવામાં સફળ થયું એવો આ રામ જન્મભૂમિ ના મુક્તિ માટેના સંઘર્ષનો સૌથી મોટો ભોગ જે સંસ્થાએ આપ્યો છે એ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સર સંઘ ચાલક પરમ પૂજ્ય ગુરુજીના વિચાર વિમર્શના અંતે નિર્માણ પામી એ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના સમયના એક સાથી એવા કનૈયાલાલ માણેકલાલ મુનશી એટલે કે કમા મુનશીનો આજે 134 મો જન્મદિવસ છે.
આમ કનૈયાલાલ માણેકલાલ મુનશી એ ભરૂચનું રત્ન છે એટલે ભરૂચ માટે ગૌરવની વાત છે
પરંતુ આજે 134 માં જન્મદિવસે
શું ભરૂચવાસીઓ કનૈયાલાલ માણેકલાલ મુનશીને
યાદ કરી રહ્યા છે ખરા?
શું ભરૂચ નગરપાલિકાના પ્રમુખ કે રાજનેતાઓ આ કનૈયાલાલ મુનશીની જન્મદિવસની ઉજવણી કરતા કોઈ જગ્યાએ દેખાયા ખરા?
તો ના ન તો સોશિયલ મીડિયા પર કનૈયાલાલ મુનશીના જન્મદિવસની ઉજવણી કરતા હોય એમને કોઈ શ્રદ્ધાંજલિ આપતા હોય એવા દ્રશ્યો ન તો વિડીયો ન તો ચિત્રો ન તો સોશિયલ મીડિયા પર દેખાયા છે કે ના તો આ રાજનેતાઓની પોતાની ફેસબુક વોલ ઉપર પણ દેખાયા છે.
રામ જન્મભૂમિ ની પ્રાણ પ્રતિષ્ઠા ના નિમંત્રણ માટેની તૈયારીમાં લાગેલા લોકો પણ ક માં મુનશીના જન્મદિવસને યાદ કરતા હોય એવા ચિત્રો કે વિડિયો એ કોઈ જગ્યાએ જોવા મળ્યા નથી.
તો ભરૂચ જિલ્લાનું જ બીજું એક ગામ કે જયા સ્વામિનારાયણ ભગવાન સ્વયં પધાર્યા હતા. તો સ્વતંત્રતાના આંદોલનમાં મહાત્મા ગાંધી પણ જ્યાં રાત વાશો રોકાઈ ચૂક્યા છે
તો વળી સ્વતંત્રતાના આંદોલનમાં સૌથી પહેલી રાષ્ટ્રીય શાળા જે ગામમાં શરૂ થઈ અને જે શાળાના પ્રિન્સિપાલ એ સ્વતંત્રતાના આંદોલનમાં ભરૂચ જિલ્લાના સૌપ્રથમ કેદી બન્યા એવા
આમોદ ગામ માટે પણ આજનો દિવસ કંઈક યાદગીરી સમોતો છે જ કારણ કે આજથી 25 વર્ષ પહેલા આમોદમાં ચાલી રહેલા લોહીયાળ સંઘર્ષની ઘટના એ આજના દિવસે સાંજના સમયે બની હતી અને આ લોહિયાળ સંઘર્ષમાં આમોદના જ એક શ્રમજીવી ગરીબ પરિવારનો લવઘણ વસાવા એ બલિદાન થયો હતો અને કોમી હુલ્લડમાં તલવારોના અનેક ઘાથી ચારણી જેવું બની ગયેલું આ લવઘણ વસાવાનું શરીર આખરે એનો સાથ છોડી દે છે અને એનું પ્રાણ પંખીડું ઉડી જાય છે.
આ આમોદના હિંદુ સમાજના સુરક્ષા માટે બલિદાન આપનારા લવઘણ વસાવાના બલિદાન ના 25 વર્ષ આજે પૂર્ણ થયા એની પુણ્યતિથિ હતી .
પરંતુ એની ગામમાં બનેલી ખાંભી આગળ એ ગામના આદિવાસી સમાજના થોડા ગણ્યાગઠિયા યુવાનોએ આવીને એને ફૂલહાર ચડાવ્યા પરંતુ જે સમાજ માટે સંઘર્ષ કર્યો એ સમાજના આગેવાનો રાજકીય નેતાઓ નગરપાલિકાના પદાધિકારીઓ એમાં એક પણ આ ખાંભી આગળ આજે દેખાયા ન હતા.
આમ ભરૂચ શહેરના વાસીઓ કનૈયાલાલ માણેકલાલ ભૂલી ગયા તો આમોદના નગરજનો એ લવઘણ વસાવા ના બલિદાનને પણ ભૂલી ગયા .
આમ આ બંને ઘટનાઓ આજે અમને આ લખવા માટે પ્રેરી રહ્યા છે કે પોતાનો ભવ્ય ભૂતકાળ ભૂલી જનાર સમાજ ભવિષ્યમાં પોતાના ઉજ્વળ ભવિષ્યની ખેવના રાખી શકે ખરો ?