-જંબુસરના ભાણખેતર ગામમાં બિરાજમાન શ્રીજીની અનોખી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર
-મરાઠા-પેશ્વાકાળના ગણેશજીના મંદિરનો અનેરો મહિમા
જંબુસર તાલુકામાં આવેલ ભાણ ખેતર ગામ સ્થિત ગણેશજીના મંદિરનો અનેરો મહિમા છે
જંબુસરના ભાણખેતર ગામ આવેલું છે જે ગામમાં મરાઠા-પેશ્વાકાળનું 400 વર્ષ પુરાણું શ્રી સિદ્ધિ વિનાયક ગજાનન ગણેશજી મંદિર આવેલું છે.આ વિસ્તાર એક સમયે ભાનુક્ષેત્ર તરીકે ઓળખાતો હતો મહર્ષિ યાજ્ઞવલ્ક્યજીએ સેંકડો વર્ષ સુધી ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરતા સૂર્ય ભગવાન પ્રસન્ન થઈને ધરતી પર આવવું પડ્યું હતું. જેથી આ ક્ષેત્રને ભાનુક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે સદીઓ પહેલા તપસ્વી સાધુ મહંતોનો સંઘ મહર્ષિ યાજ્ઞવલ્ક્યજીની તપોભૂમિ ભાણખેતર ખાતે આવી પહોંચ્યો હતો. સાધુ સંતોએ ગણેશજીના પરમ ભક્ત હોવાથી તેઓએ ગણેશની મૂર્તિ સ્થાપવાનો સંકલ્પ કરી મૂર્તિ બનાવવાની શરૂઆત કરી હતી. જેઓએ જમીનના પેટાળમાંથી શંખ-છીપલાં અને રાખોડી કલરની માટીમાં પાણીનું મિશ્રણ કરી ગણેશજીની પ્રતિમા બનાવી છે માટી સૂકાતાં પથ્થર બની જતી હોઇ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ગણેશજીની સ્થાપના કરી મંદિર બનાવવામાં આવ્યું હતુ. જે મૂર્તિની ઊંચાઈ 9 ફુટ, પહોંળાઇ 7 ફુટ છે. શંકર સ્વરૂપ-ત્રિલોચનધારી અને જમણી સૂંઢવાળા ગણેશજી,મસ્તક ઉપર શેષનાગ બિરાજમાન છે જેથી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગણેશજીની મૂર્તિ શંકર સ્વરૂપ, ત્રિનેત્રાય, એકદંતાય, લંબોદર, ચંદ્રમૌલેશ્વર અને જમણી સૂંઢથી દૈદિપ્યમાન છે. સમગ્ર રાજ્યમાં આ શ્રીજીની વિરાટ પ્રતિમા બીજે ક્યાંય જોવા છે નહિ ગણેશજીના મંદિરે અવારનવાર સ્વયંભૂ શંખનાદ સંભળાતો હોવાની દંતકથા પણ સંકળાયેલી છે. આ મંદિરની નજીકમાં વૈષ્ણવ સંપ્રદાયની હરિરાય મહાપ્રભુજીની બેઠક રહેલી છે. તો મંદિરથી થોડા અંતરે દૂર વલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠક આવેલી છે. વર્ષો પહેલા સાધુસંતોએ ભાણખેતર ગામમાં ગણેશજીનું મંદિર બનાવ્યા બાદ અવરજવર માટે મંદિરની નીચે ભૂગર્ભ માર્ગ પણ બનાવ્યો હતો. આ ભૂગર્ભ માર્ગ કેટલાય વર્ષોથી માટી,ભેખડો ધસી પડવાથી પૂરી દેવાયો છે. આ રસ્તો જંબુસરના જોગનાથ મહાદેવ મંદિર તરફ નીકળતો હોવાનું જાણવા મળ્યું છે.ગણેશ ચોથ સહીત દર મંગળવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.