આશ્રમશાળાઓ, છાત્રાલયોની રાજ્યમાં આજ સ્થિતિ કેવી રીતે ભણશે અને રહેશે આદિવાસી બાળકો : મનસુખ વસાવા
રાજ્યમાં આદિવાસી છાત્રાલયો, આશ્રમશાળા અને વિસ્તારમાં આવેલી અન્ય શાળાના એકદમ ખસ્તા હાલ હોવાનો ખુદ ખેદ ભાજપના સિનિયર આદિવાસી સાંસદ મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો
હાઈટેક કલાસ, ડિજિટલ અને મોડરાઇઝેશનની વાતો વચ્ચે ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં શાળાઓ, છાત્રાલયો અત્યંત બિસમાર હોય આદિવાસીઓ બાળકો કઈ રીતે રહેશે અને જીવશે તેવી ગંભીર ચિંતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વ્યક્ત કરી છે.શનિવારે લોકસભાના સત્ર વચ્ચે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા સાંસદે નેત્રંગના મોરિયાણા ગામે દુર્ઘટનાગ્રસ્ત શ્રી નવરંગ વિદ્યામંદિરની મુલાકાત લીધી હતી. ગામની જ કુમાર છાત્રાલયના હાલ પણ આદિવાસી સાંસદે બતાવ્યા હતા.ભણવા અને રેહવાલાયક જે શાળા, છાત્રાલયની બિલ્ડીંગ ન હોય ત્યાં આદિવાસી બાળકો દયનિય હાલતમાં રહી રહ્યા છે અને ભણી રહ્યાં છે. આ સ્થિતિ આખા ગુજરાતમાં હોવાનું તેઓએ દુઃખ વ્યક્ત કરી સરકારમાં રજુઆત કરવાની વાત કરી છે.સાથે જ સમગ્ર રાજ્યમાં ધારાસભ્ય, આગેવાનો, સરકારી અધિકારીઓ સહિતની સ્કવોર્ડ બનાવી તપાસ કરવાની પણ માંગ કરી હતી. તેઓએ આ સ્થિતિમાં સરકાર તો ગ્રાન્ટ આપે જ છે પણ સંચાલકો, ટ્રસ્ટીઓ અને આદિવાસી કેળવણી મંડળ સેવા સંઘ ચલાવતા લોકો શેક્ષણિક સંસ્થાની ઇમારત પ્રત્યે બેદરકારી દાખવી તેના સમારકામ માટે કોઈ કાર્યવાહી નહિ કરતા હોવાનો આક્ષેપ કર્યા હતો.બીજી તરફ જિલ્લા કોંગ્રેસના સંદીપ માંગરોલાએ પણ ઈજાગ્રસ્ત બાળકીઓની હોસ્પિટલમાં મુલાકાત લઈ તંત્ર અને સરકાર પાસે તેઓની સારવારનો ખર્ચ ઉપાડવા રજુઆત કરી હતી.
બાઈટ. સાંસદ મનસુખ વસાવા
મારા પાર્ટીના આગેવાનો સાથે નવરંગ વિદ્યામંદિર શાળા મોરિયા સંકુલની વિઝીટલીધી સ્કુલ તથા છાત્રાલય ખૂબ ખરાબ થયગયા છે આદિવાસી છોકરાઓ જે જગ્યાએ રહેછે જે ભણે છે તેખૂબ ચિંતાનો વિષયછે આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ વર્ષોથી ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લામાં શૈક્ષણિક પ્રવૃત્તિ અત્યારસુધી સારી કરી રહયુહતું પરંતુ છેલ્લા દશ વર્ષ ઉપરાંતથી સંસ્થાને આંતરીક એકબીજાના કોઈ કારણ સર એકબીજાના ઝગડાના લીધે ફક્ત મોરિયાણાજ નહીં પરંતુ ભરૂચજિલ્લા આદીવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત મોટાભાગની છાત્રાલયો આશ્રમ શાળા ઓની આસ્થિતિછે,આદિવાસી છોકરાઓ ખૂબ દયનિય હાલતમાં છે અને મેં અગાઉપણ સરકારમાં લયખુંછે કે આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ હોય અથવાતો ગુજરાત ની કોયપણ ગ્રાન્ટેડ સરકારી છાત્રાલયો,આશ્રમ શાળા હોય,હાઈસ્કૂલ હોય જો બિલ્ડીંગ સારાં નહોય છાત્રાલય રહેવાલાયક યોગ્ય મકાન ના હોય આશ્રમ શાળા માટે પૂરતી સગવડ ના હોય તો સરકારે તાત્કાલિક ધોરણે આ સ્કૂલો છાત્રાલયો બંધ કરીદેવાજોઈ અથવાતો એને સમય મર્યાદા આપવી જોઈએ કે આટલા દિવસ સુધીમાં રીપેર કરવા જણાયતો રીપેર કરવું જોઈએ નવું બિલ્ડીંગ બનાવવું હોયતો સરકારમાં દરખાસ્ત કરવું જોઈએ. આદિવાસી વિસ્તાર ની આવી દયનિય સ્કૂલો જોય છાત્રાલય અને અપૂરતી સુવિધા જોય એ ખરેખર ચિંતાનો વિષય છે આદિવાસી સમાજે આનાપર ધ્યાન આપવું જોઈએ .ગુજરાત ની અંદર એક સ્કોડ બનાવીને વિઝીટ કરે જ્યાં જ્યાં ક્ષતિજણાય જ્યાં ખૂબ ડેમેજ થયું હોય ત્યાં તાત્કાલિક ધોરણે એ સંસ્થાની માન્યતા રદ થવિજોયે અને એ સંસ્થા, છાત્રાલય કે સ્કૂલને સરકાર હસ્થક લયલેવુ જોયે એવું અગાઉ પણ લખ્યું છે અને ફરી હું સરકારમાં લખીશ. સંસ્થા સંચાલિત શાળા, છાત્રાલય,હાઈસ્કૂલ ચલાવવા માટે સરકાર ખૂબ ગ્રાન્ટ આપેછે .તો સનચાલન કારના સંચાલકો ની ફરજ પડેછે કે આદિવાસી બાળકોને રહેવા માટે સારી સુવિધા આપવી જઈએ અને સારું શિક્ષણ પણ આપવું જોઈએ.