જંબુસર તાલુકાના દરિયાકાંઠે શિવાલયોની હારમાળા આવેલી છે. દરેક શિવ મંદિરની આગવી વિશેષતા છે. દરિયા કિનારાના ગામડાઓના ઐતિહાસિક શિવલિંગના દર્શન કરવા એ એક લ્હાવો છે. જંબુસર તાલુકાના રૂનાડ ગામે વગડામાં સ્થાપીત આ શિવ મંદિરે શાંત અને દર્શનીય વાતાવરણમાં ઘડીભર રોકાવાની મનને ઈચ્છા થાય છે . ઐતિહાસિક કહી શકાય તેવા આ શિવલિંગને જોતા જ મનને રોમાંચિત આનંદ થાય છે. રૂનાડ ગામ નજીક આવેલ પાંડવો દ્વારા સ્થાપિત પુરાતન કર્ણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં દર્શનાર છે . ભક્તોના ટોળે – ટોળા ઉમટી પડે છે. આ પાવન ભૂમિમાં = પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવેલ અને માતા કુંતા એ યજ્ઞ કર્યા બાદ જ્યેષ્ઠ પુત્ર કરણેશ્વર મહાદેવ આપેલ છે.પાંડવોના વનવાસ દરમિયાન વિહાર કરતાં કરતાં આ કપિલ ક્ષેત્રના કંકાવટી વનમાં આવી પહોંચે છે. અહીંયા ગૌતમ ઋષિ ને મળી તેમની પાસેથી શિવ મહામંત્ર મેળવે છે. પાંડવો આ મહામંત્રનો જાપ કરે છે. અને તેમની પૂજાથી ભગવાન મહાદેવ પ્રસન્ન થઈ દર્શન આપી મનોકામના પૂર્ણ કરે છે અને વરદાન આપે છે શિવલિંગ નું નામ આપવાની વાત આવે છે તે સમયે માતા કુંતા સહિત બધા નક્કી કરે છે કે જેના જીવનમાં ધર્મ અને સત્ય હોય જેણે જપ અને તપ કર્યા હોય જેને મહાદાન કર્યું હોય તેના નામ પરથી શિવલિંગ નું નામ પડશે. માતા કુંતા ના પુત્રોમાં પ્રથમ યુધિષ્ઠિર નું નામ આવે પરંતુ તે ધર્મથી પણ મહાધમિઁ રાજા થઈ ગયો છે અને કુંતી પુત્ર રાજા કર્ણ સત્ય – ધર્મ અને મહાદાનેશ્વરી કહેવાય અને તેના જેવો દાનેશ્વરી કોઈ થયું નથી અને થશે પણ નહીં તેથી માતા કુંતા એ આ શિવલિંગ નું નામ કર્ણેશ્વર મહાદેવ રાખેલ હતું. આ શિવલિંગની તેજસ્વીતા અને ચમત્કારી કા અનેરી છે. અને તેના દર્શન માત્રથી ભક્ત જનોની ઈચ્છા એટલે કે મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં રૂનાડ ગામના કર્ણેશ્વર મહાદેવે દૂર દૂરથી ભક્તો આવે છે અને દૂધ તેમજ બીલીપત્રો દ્વારા અભિષેક કરે છે અને શિવજીને પ્રસન્ન કરે છે અને મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં ભક્તજનોની ભારે ભીડ જોવા મળે છે. અહીં આ મંદિરના શિવલિંગના દર્શન, તપ,જપ તથા દાન પુણ્યથી માનસિક શાંતિ, સમૃદ્ધિ તથા પુત્ર પ્રાપ્તિનું પુણ્ય મળે છે તેમ મનાય છે. આ રૂનાડ ગામની પવિત્ર ભૂમિ પર આવેલ કર્ણેશ્વર મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં ભાવિક ભક્તજનોની પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ઉમટી પડેછે.