ચંદ્રયાન ટીમમાં આઇ.આઇ.ટી. નો એક પણ ગ્રેજ્યુએટ નથી
******************************
એક તરફ સમગ્ર ભારત દેશ ચંદ્રયાન ત્રણની ઉજવણીમાં મસ્ત હતું અને બીજી તરફ પોતાની ક્લાસમાં ભણતા કોટાની કોચિંગ ક્લાસમાં ભણતા બે વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો.
ચંદ્રયાન ત્રણ પહોંચતા ની સાથે જ સમગ્ર દુનિયા વિચારવા માંડી કે ભારતે આ કમાલ કેવી રીતે કરી. બીજી તરફ ભારતમાં લોકોને આશ્ચર્ય થાય છે કે આ કમાલ આપણા એન્જિનિયર છે કેવી રીતે કરી બતાવ્યું. તેવા એન્જિનિયર્સ જે આઇ.આઇ.ટી.ના નથી, પરંતુ કોઈ સાધારણ કોલેજમાં ભણેલા છે. માની ન શકાય પરંતુ તે સાચી વાત છે. ઇસરોની ચંદ્રયાન ટીમમાં એક પણ આઇ.આઇ.ટી. ગ્રેજ્યુએટ નથી.
ચંદ્રયાન ત્રણ જેવી ઘટના બનવાની હોય ત્યારે સરકાર આ ઘટનાનો ની માહિતી અને પ્રચાર થી કરે છે સમાચાર પત્રોમાં લેખો છપાય છે ટીવીમાં તેના વિશે ચર્ચાઓ થાય છે સ્કૂલ કોલેજો માં વર્કશોપનું આયોજન થાય છે આમ થવાથી ઘણા બધા બાળકો આ ક્ષેત્રમાં જવા માટે આકર્ષાય છે. બાળકના મનમાં વિચાર ઉદભવે છે અને માતા પિતા સમક્ષ પોતાના વિચાર રજૂ કરે છે બાળકની ક્ષમતાને આધારે તે કેવી પીવાય કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના માં પસંદ થાય છે આ એક એવી યોજના છે કે જે યોજનામાં વિદ્યાર્થી પસંદ થયો હોય તો તેને વિજ્ઞાનની દુનિયાના અનેક રસ્તા અંગે માહિતી અપાય છે. આ યોજના ખૂબ જ સારી છે પરંતુ તેના ઉપર ટ્યુશન ક્લાસ જેવી સંસ્થાઓએ કબજો જમાવી લીધો છે. તેમની પાસે કેવી પીવાય પરીક્ષામાં પુછાતા પ્રશ્નોનો ડેટાબેઝ હોય છે એ ઉપરાંત અન્ય વિષયના તજજ્ઞોને પણ બોલાવીને ટ્રેનિંગ આપવામાં આવે છે.
આઇ.આઇ.ટી. સિવાય પણ સામાન્ય કોલેજમાં અભ્યાસ કરીને પણ નજીવા ખર્ચે વૈજ્ઞાનિક કઈ રીતે બની શકાય તેની સમજ આપવામાં આવે છે. પરંતુ આ બધામાંથી વિદ્યાર્થીઓના મગજમાં આઇ.આઇ.ટી. નહીં તો ફ્યુચર નહીં એવું મગજમાં ઠસાવીને લાખો બાળકો જેઈઈની પરીક્ષા આપવામાં પોતાનો સમય વ્યતીત કરે છે. આ બધામાંથી અમુક જ વિદ્યાર્થીઓ એવા હશે કે જે પોતાના ઇન્ટરેસ્ટ થી ભણી રહ્યો હોય. બાકીના બધા માતા પિતાની ઈચ્છા પૂરી કરવા માટે ભણતા હોય છે. હોસ્ટેલમાં રહીને દિવસ રાત અભ્યાસ કરવા સિવાય બીજું એની પાસે કંઈ જ હોતું નથી. ભણવા સિવાય ઘરનું વાતાવરણ, ઘરનું ખાવા પીવાનું પણ સારા અભ્યાસ માટે કારણભૂત હોય છે. જે કોટા જેવી સંસ્થામાં જવાથી મળતું નથી. દરેક બાળક પર જબરજસ્ત પ્રેશર હોય છે. મા બાપ આટલું ખર્ચો કરીને ભણાવવા મોકલતા હોવાથી તે “મારાથી આ થઈ શકશે નહીં” તેવું કહી શકતા નથી.
આ બધામાંથી અમુક વિદ્યાર્થી ને જરૂરી રેન્ક ન મળે એટલે બીજે ક્યાંક બી.ટેક.માં પ્રવેશ મેળવી લે છે અને મનમાં અફસોસ રહે છે કે હું આઈ. આઈ. ટીયન નથી એટલે હું હોશિયાર નથી એવું સમજી બેસે છે. પરંતુ આપણે ક્યારેય એવું વિચારતા નથી કે વૈજ્ઞાનિક બનવાનો આ રસ્તો યોગ્ય છે? પોપટની જેમ ગોખણપટ્ટી કરીને સારો રેન્ક લાવીને વૈજ્ઞાનિક બની શકાય?
બાળકોના અભ્યાસ અને કારકિર્દી નું રિમોટ કંટ્રોલ માતા પિતા ના હાથમાં જ હોય છે બાળકે પોતાની ઈચ્છા પ્રમાણે અભ્યાસ કરવાનો મોકો મળતો નથી. આજે પણ આપણે બાળકને મોંઘો દાટ મોબાઈલ ચપટી વગાડતા ખરીદીને આપીએ છીએ. પરંતુ 10-15000 રૂપિયાના ટેલિસ્કોપની જીદ કરે તો તે પૂરી થતાં બાળકના નાકમાં દમ આવી જાય છે. ટ્યુશનમાં ધ્યાન આપ એવું કહેવામાં આવે છે.
મારા સેન્ટર ઉપર ઘણા બધા બાળકોના વાલીઓ પ્રોજેક્ટ લેવા માટે આવે છે. ત્યારે મને આશ્ચર્ય થાય કે આ કામ તો વિદ્યાર્થીએ કરવું જોઈએ. વિદ્યાર્થીના મગજમાં કયો વિચાર છે, વિદ્યાર્થી કયા કોન્સેપ્ટ થી આ પ્રોજેક્ટ બનાવવા માંગે છે તે વાલીઓના સમજી શકે. પરંતુ વાલીઓ એવું કહેતા હોય છે કે તેને ટ્યુશનમાંથી ટાઈમ મળતો નથી એટલે અમે પ્રોજેક્ટ તૈયાર કરીને શાળામાં આપી દઈશું. બાળકની વિચારશક્તિ અને કલ્પના શક્તિ નું બાળમરણ અહીંથી થાય છે. દરેક બાળક ને વિજ્ઞાનમાં રસ ન હોય તેને જેમાં રસ હોય તે કામ કરવા દેવાની છૂટ વાલીઓ આપતા નથી. ગાડરિયો પ્રવાહ ચાલી નીકળ્યો છે અને આજે તો ડમી સ્કૂલમાં ભણવું અને જેઇઇ ની પરીક્ષા ની તૈયારીઓ કરવી. બસ, આના સિવાય કશું દેખાતું નથી. આ સિવાય બીજો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે કેનેડા જવું. જિંદગી જીવવાને બદલે માત્ર ને માત્ર વૈતરું કરીને પૈસા કમાવા એ ધ્યેય બની ગયો છે.
સમાજમાં અત્યારે મોટાભાગના માતા પિતાની હાલત શું છે એના ઉપર પણ વિચાર કરવાની જરૂર છે. અત્યારે મા બાપ બંને જણા નોકરી કરીને બાળકોને ભણાવે છે. બંને જણા નો પગાર હોય તો બાળકને સારી સ્કૂલ, ટ્યુશન, રીક્ષા ભાડા, મોજ મસ્તી, ખાવા પીવાનું કરાવી શકાય એવો ટ્રેન્ડ ચાલે છે. આ બધામાં બાળક મશીનની જેમ આખા દિવસનું શિડ્યુલ નક્કી કર્યો હોય તે પ્રમાણે કામ કરતું રહે છે. વાલીઓ ક્યારે બાળકો પોતાની કલ્પના શક્તિ ખીલી શકે તેવી પ્રવૃત્તિ નિયમિત રીતે કરાવતા જ નથી. એના માટે ટાઈમ ક્યાંથી મળે. ટાઈમ હોય તો પણ બંને જણા નોકરી કરતા હોય તો આવું કરાવે કોણ? આમ આખા દિવસ દરમિયાન બાળક શિક્ષકોના હાથમાં, ટ્યુશન ટીચરના હાથમાં, ઘરમાં કામવાળા કે કામવાળી ના હાથમાં, રિક્ષાવાળા ના હાથમાં ફરતું હોય છે. આ બધા પાસેથી સારા સંસ્કારની અપેક્ષા રાખવી યોગ્ય છે? ઘણા મા-બાપ ને વિચારધારા એવી પણ હોય છે કે પૈસા હોય એટલે અમે કંઈ પણ કરી શકીશું.
અમારી પાસે ઘણા બધા પેરેન્ટ્સ માર્ગદર્શન માટે આવતા હોય છે. એટલે અમે સાવ સીધી,સરળ અને સાચી સલાહ આપીએ તો તેમને નવાઈ લાગે છે.પણ તેને અસર અનુસરતા નથી. પરંતુ મેં એ જોયું છે કે જો કોઈ મોંઘી દાટ સલાહ આપો તો ગર્વથી તેને અનુસરે છે. વાલીઓ ભૂલી જાય છે કે બાળકને મા બાપનો સમય જોઈએ છે સૌથી સારા શિક્ષક મા સિવાય બીજું કોઈ પણ ન હોઈ શકે. મા બાપ બાળકને સમજી શકે એમ બીજા કોઈ ન સમજી શકે. તેથી જો બંનેમાંથી કોઈ એક બાળકોને કેળવણીની જવાબદારી લઈને તેનો ઉછેર કરે. ઘરની નજીક ની સ્કૂલમાં અભ્યાસ કરાવે, ટ્યુશનમાં ન મોકલતા મા બાપ પોતે બાળકને ભણાવે. આવું બધું કરવાથી સમય અને પૈસાની મહામૂલી બચત થશે. તમે યાદ કરો કે જીવનનો સર્વોચ્ચ આનંદ પૈસા ખર્ચવાથી તમને ક્યારેય નહીં મળ્યો હોય તે બિલકુલ મફતમાં જ મળે છે.મા બાપે આ રસ્તા શોધવાની જરૂર છે. બાળકને ઘરનું જમવાનું મળશે તો શારીરિક વિકાસ પણ સારો થશે પૈસાની બચત તો થશે જ. આજકાલની મહિલાઓ ખૂબ જ સ્માર્ટ છે. સ્માર્ટનેસ આમાં બતાવવાની જરૂર છે. દેખાદેખી માં તમને જ નુકસાન છે. અન્ય ઈતર પ્રવૃત્તિ કરાવે તો તેનો સર્વાંગી વિકાસ થાય. પરંતુ આજે બાળક પાસે ઇન્ફોર્મેશન છે પણ સ્કિલ નથી. ઈસરો, નાસા કે અન્ય કોઈપણ કંપનીને સર્ટિફિકેટ સાથે કોઈ લેવાદેવા નથી. તેને તો કેટલું આવડે છે તે જ મહત્વનું છે.
એક ખાનગી વાત તમને કહું.હવે તો આ બધી સંસ્થાઓને પણ ખબર પડી ગઈ છે કે આઇ.આઇ.ટીયન એટલે પોપટીયુ જ્ઞાન. એના દિમાગમાં “યુનિક આઈડિયા” આવવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. કારણ કે તેને આઇ.આઇ.ટી.માં દાખલ થવાની પ્રોસેસ ખોટી અપનાવી છે. જોકે દરેકને આ વાત લાગુ પડતી નથી.આ બધી વસ્તુ વારંવાર ઘણા બધા લોકોએ જુદી જુદી રીતે સમજાવી છે. આજે આપણને ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ચંદ્રયાન ૨ નિષ્ફળ ગયું ત્યારે તે અંતિમ પરિણામ નહીં સમજતા તેમાં રહેલી ત્રુટીઓને સુધારીને જે સફળતા આપણે હાંસલ કરી છે. તેમાંથી બોધપાઠ લઈને આપણે આપણા બાળકોને બાળપણ ભેટમાં આપીશું તો તમારે કે કોઈને એને જે શીખવું છે એ શીખવાડવાની જરૂર નહીં પડે. તે પોતાની રીતે જ શીખી લેશે. મા બાપ એને સમય અને લાગણી થઈ આ બધું શીખવાડશે તો તે એક ઉત્તમ વ્યક્તિ બનશે. જે બીજા બધાથી કંઈક હટકે હશે.
આ બધું સાચું લાગતું ન હોય તો પ્રસિદ્ધ લેખક વેલકમ ગ્લેડવેલ નું પુસ્તક “ધ આઉટલાઈનર્સ” માં સફળતા ની વાતો વાંચી જજો. એમાં લખ્યું છે કે બિલ ગેટ્સ કે માઈકલ જેકસન ને પોતાની કળા વિકસાવવા દિવસ રાત એક કરી દીધા હતા. પરંતુ તે પૈસા, માટે તાળીઓ માટે કે કોઈ ફાયદા માટે નહીં. તેના મનમાં એક વિચાર હોવાને કારણે અને એ વિચાર સારો છે એ વિશ્વાસ હોવાને કારણે. આજે આપણે બાળકોની કારકિર્દી ઘડવાની ફોર્મ્યુલા પણ ખોટી અપનાવી છે. કઈ લાઈન લઈએ તો પૈસા વધારે મળે? આ ખોટું છે. સારું કામ કયુ છે તે વિચાર કરો. સારું કામ કરવાથી પૈસા તો મળવાના જ છે. પણ કામ કરવાનો આનંદ મળશે તે અનન્ય છે.19 વર્ષની ઉંમરે બિલ ગેટ્સે હાવર્ડ છોડીને પોતાની કંપની માઈક્રોસોફ્ટ શરૂ કરી હતી. આ કોઈ ‘ઓવર નાઈટ સક્સેસ’ નથી. કહેવાનો મતલબ એમ છે કે બાળકના મનમાં કોઈ વિચાર આવ્યો એને એને ખીલવવાનો સમય આપો. ધારો કે તેમાં સફળ પણ ન થાય તો આ આખી પ્રોસેસ દરમિયાન એને એવા ઘણા બધા રસ્તા દેખાયા હશે કે જે રસ્તે પણ સફળ થવાની ચાવીઓ તેને દેખાઈ હશે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. મેલ્કમ ગ્લેડવેલ આને “10,000 અવર રુલ” (10,000 કલાકની તપસ્યા) કહે છે. પોતાને ગમતા અને પ્રતિભાના કોઈ પણ ક્ષેત્રમાં તન મનથી ડૂબી જવું. શોધો, શીખો,આનંદ લો.એક દિવસ તમે એક ક્ષેત્રમાં નીપુણ બની જશો. ડિગ્રી હોય કે ન હોય. બંધ દરવાજા તમારા માટે ખુલી જશે. હા, ત્યાં સુધી પહોંચવું અઘરું છે. કારણ કે લોકો તમારા ફાલતુ કે વિચિત્ર શોખ પર ટીખળ કરશે. તેને ઇગ્નોર કરો. શ્રેષ્ઠ એન્જિનિયર બનવું હોય કે રસોઈયા. ફોર્મ્યુલા એક જ છે. મહેનત,પરંતુ પ્રેમથી. જેને કામ એક બોજો લાગી રહ્યો છે તે થાકી જઈને કેટલે દૂર સુધી જઈ શકશે.
જીવનમાં એક મંત્ર હંમેશા યાદ રાખો. નિશાન ચૂક માફ ,નીચું નિશાન માફ નહીં.
******************************
ધનંજય રાવલ,અંકુર ઓફિસ સેન્ટર, અમદાવાદ.